Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > TRP રિપોર્ટમાં ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2 નંબર વનના સ્થાન પર યથાવત્

TRP રિપોર્ટમાં ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2 નંબર વનના સ્થાન પર યથાવત્

Published : 04 April, 2026 03:52 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) રિપોર્ટમાં ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ આ વખતે નંબર વનના સ્થાન પર યથાવત્ છે.

TRP રિપોર્ટમાં ક્યોંકિ... સાસ ભી કભી  બહૂ થી 2 નંબર વનના સ્થાન પર યથાવત્

TRP રિપોર્ટમાં ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2 નંબર વનના સ્થાન પર યથાવત્


બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) રિપોર્ટમાં ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ આ વખતે નંબર વનના સ્થાન પર યથાવત્ છે. તુલસી અને મિહિરની લોકપ્રિય વાર્તા દર્શકોને ટીવી-સ્ક્રીન સાથે બાંધી રાખે છે. આ પછી બીજા નંબર પર આવેલો શો ‘તુમ સે તુમ તક’ છે. ગયા અઠવાડિયે સાતમા નંબર પર રહેલો આ શો હવે સીધો બીજા સ્થાન પર પહોંચી ગયો છે. 
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’નો સ્પિન-ઑફ શો ‘ક્યોંકિ... રિશ્તોં કે ભી રૂપ બદલતે હૈં’ આ વખતે ત્રીજા સ્થાને આવી ગયો છે. એક સમયે નંબર વન રહેલો શો ‘અનુપમા’ આ અઠવાડિયે ચોથા નંબર પર આવી ગયો છે. આ લિસ્ટમાં ‘ગંગા માઈ કી બેટિયાં’ સતત ટૉપ ફાઇવમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 03:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK