Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘બેકાબૂ’ની સ્ટોરી હટકે અને કદી ન જોઈ હોય એવી છે : શાલીન ભનોત

‘બેકાબૂ’ની સ્ટોરી હટકે અને કદી ન જોઈ હોય એવી છે : શાલીન ભનોત

20 March, 2023 04:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એકતા કપૂર જેવી નિષ્ઠાવાન વ્યક્તિએ મારા પર ભરોસો મૂકયો એથી હું ૧૦૦ ટકા સમર્પણ આપીશ

શાલીન ભનોત

શાલીન ભનોત


શાલીન ભનોતનું કહેવું છે કે સિરિયલ ‘બેકાબૂ’ની સ્ટોરી હટકે છે અને એવી સ્ટોરી મેં કદી જોઈ નથી. શાલીને ‘બિગ બૉસ 16’માં ભાગ લીધો હતો. તે હવે કલર્સ પર આવતા એકતા કપૂરના શો ‘બેકાબૂ’માં ઈશા સિંહ અને મોનાલિસા સાથે જોવા મળી રહ્યો છે. આ શોમાં શાલીન રાક્ષસના રોલમાં છે. એ વિશે શાલીને કહ્યું કે ‘મને લાગે છે કે આ કોઈ અચીવમેન્ટ નથી. આ એક જવાબદારી છે. મારા માટે આ એક આશીર્વાદ છે અને એને હું ગંભીરતાથી લઉં છું. એકતા કપૂર જેવી નિષ્ઠાવાન વ્યક્તિએ મારા પર ભરોસો મૂકયો એથી હું ૧૦૦ ટકા સમર્પણ આપીશ. શોમાં હું એક વિનમ્ર, ઓછો આત્મવિશ્વાસુ અને એક સાધારણ વ્યક્તિના રોલમાં છું. તેને પોતાની પણ ઓળખ નથી. જોકે અચાનક તેને જાણ થાય છે કે તે એક રાક્ષસ છે અને તેની પાસે ઘણી તાકાત છે. આની આસપાસ જ મારું પાત્ર ફર્યા કરે છે. આ એકદમ અલગ અને અનોખું કૅરૅક્ટર છે. આવું કદી જોયું નહીં હોય. આવું કદી ક્રીએટ નથી કરવામાં આવ્યું. તે પોતાનામાં જ હટકે છે. સ્ટોરીમાં દેખાડવામાં આવ્યું છે કે એક રાક્ષસ પરીના પ્રેમમાં પડે છે અને તેને પરીઓની દુનિયામાં લઈ જાય છે. એથી આખો પ્લૉટ અલગ અને કાલ્પનિક છે.’

‘બેકાબૂ’ના સેટ પર ઈજા થઈ શાલીનને



શાલીન ભનોતને ‘બેકાબૂ’ના શૂટિંગ દરમ્યાન ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. તેના શરીર પર જખમ થયા છે. જોકે ઇન્જર્ડ થવાની પુષ્ટિ ન તો પ્રોડક્શન-હાઉસે કે ન તો શાલીને કરી છે. ઍક્શન સીક્વન્સ વખતે ઈજા થઈ હોવા છતાં તેણે શૂટિંગ ચાલુ રાખ્યું હતું. તે દિવસ-રાત શૂટિંગ કરી રહ્યો છે અને મુશ્કેલીથી તેને આરામ મળે છે. આ શોમાં શિવાંગી જોશી પણ છે. તાજેતરમાં તેણે જાહેર કર્યું હતું કે મને કિડની-ઇન્ફેક્શન થવાથી હૉસ્પિટલમાં ઍડ્મિટ હતી. શોમાં તે નાનકડી પરંતુ અગત્યની ભૂમિકામાં જોવા મળશે. એવામાં હવે શાલીનને ઈજા થઈ હોવાના સમાચાર વહેતા થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2023 04:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK