Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > દિલ સે બુરા લગા : એમસી સ્ટૅન

દિલ સે બુરા લગા : એમસી સ્ટૅન

14 February, 2023 03:52 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિવ ઠાકરે વિનર ન બન્યો એ વાત પર તેણે અફસોસ વ્યક્ત કર્યો

એમસી સ્ટૅન Bigg Boss season 16 Finale

એમસી સ્ટૅન


‘બિગ બૉસ 16’નો ખિતાબ જીત્યા બાદ એમસી સ્ટૅનને તેના ફ્રેન્ડ શિવ ઠાકરે માટે થોડી તકલીફ થઈ છે. ​ટૉપ ટૂમાં તે બન્ને જ બચ્યા હતા. એથી શિવ ઠાકરે માટે અફસોસ વ્યક્ત કરતાં એમસી સ્ટૅને જણાવ્યું કે તેને ખૂબ ખરાબ લાગ્યું છે. આ વખતની સીઝનમાં એમસી સ્ટૅન, સાજિદ ખાન, અબ્દુ રોઝિક, નિમ્રત કૌર અહલુવાલિયા અને સુમ્બુલ તૌકીર ખાનની ફ્રેન્ડશિપને ‘મંડલી’ નામ આપવામાં આવ્યું હતું. આ રિયલિટી શો દ્વારા ભારતમાં રૅપ સૉન્ગને પ્રમોટ કરવાના ઉદ્દેશ સાથે એમસી સ્ટૅને શોમાં ભાગ લીધો હતો. તેને આ શોમાં આવવાની તક મળી એથી તેણે ‘બિગ બૉસ’નો આભાર માન્યો હતો. આઠ મહિના સુધી તેનું એક પણ ગીત નથી આવ્યું અને હવે તેની ઇચ્છા ફિલ્મોમાં કામ કરવાની, ગીતો બનાવવાની અને મ્યુઝિકલ ટૂર કરવાની છે. સાથે જ તે જલદી જ નવું ગીત રિલીઝ કરવાનો છે. ‘બિગ બૉસ’ની ૧૬મી સીઝન જીત્યા બાદ તેને ૩૧.૮ લાખ પ્રાઇઝ મની, એક કાર અને આકર્ષક ટ્રોફી આપવામાં આવ્યાં છે. વિજેતા તરીકે જ્યારે શોના હોસ્ટ સલમાન ખાને તેનું નામ અનાઉન્સ કર્યું તો તેને તો વિશ્વાસ જ બેઠો નહીં. એ વિશે એમસી સ્ટૅને કહ્યું કે ‘વિજેતા તરીકે મારું નામ જાહેર થતાં મને ભરોસો ન થયો. હજી પણ માનવામાં નથી આવતું.

આ પણ વાંચો: Bigg Boss 16 Winner: કોણ છે 23 વર્ષીય MC Stan? ક્યારેક રસ્તા પર વિતાવી રાતો તો ક્યારેક...



સલમાનભાઈએ મારો હાથ ઊંચો કર્યો તો મને લાગ્યું કે તે મજાક કરે છે. હું ભાઈ, મારાં મમ્મી, પપ્પા, શિવ અને ‘મંડલી’ તરફ જોઈ રહ્યો હતો. મને સમજમાં ન આવ્યું કે કેવી રીતે રીઍક્ટ કરવું.’
પોતાના ફ્રેન્ડ શિવ ઠાકરે વિશે એમસી સ્ટૅને કહ્યું કે ‘દિલ સે બુરા લગા. જોકે શો કદાચ પર્સનાલિટીની ઉપર હતો. મેં મારી સાઇડ રાખી, તેણે તેની સાઇડ રાખી. ખૂબ ઓછા વોટથી તે હાર્યો છે. એમાં હું પણ શું કરી શકું?’


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2023 03:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK