`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`માં નટુકાકાનું પાત્ર ભજવતાં ઘનશ્યામ નાયક કેન્સરની સારવાર હેઠળ છે.
ઘનશ્યામ નાયક ( નટુકાકા)
લોકપ્રિય શૉ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`માં નટુકાકાનું પાત્ર ભજવતાં ઘનશ્યામ નાયક કેન્સરનો સામનો કરી રહ્યાં છે. તે છેલ્લાં એક વર્ષથી બીમાર છે. હાલમાં તેમની કેન્સરની સારવાર ચાલી રહી છે. તેઓ શોનું શૂટિંગ પણ કરતા નથી.
ઘનશ્યામ નાયકના પુત્ર વિકાસે તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપતાં કહ્યું હતું કે હાલ તબિયતમાં સુધાર છે, પરંતુ આરામની ખાસ જરૂર છે. તેમના ચહેરા પર સોજા હોવાથી તેઓ વધુ વાત કરી શકતા નથી. ઘણા લોકો તેમની ખબર પૂછવા માટે ફોન કરે છે. જો કે ડોક્ટરે ફોનમાં વાત કરવાની ના પાડી છે. તેથી તે ખુબ જ ઓછુ બોલે છે. હાલ તેમની સાવાર ચાલુ છે. તેઓ શોનું શૂટિંગ કરી શકતા નથી. એવું નથી કે તેમણે શૂટિંગ કરવાનું સાવ બંધ કરી દીધું હોય. થોડાં સમય પહેલા જ તેમણે એક ગુજરાતી જાહેરાત માટે શૂટિંગ કર્યું હતું. આ અનુભવ ઘણો જ સારો રહ્યો હતો અને તેમને પણ મજા આવી હતી.
ADVERTISEMENT
ઘનશ્યામ નાયકની ઉંમર 77 વર્ષ છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠનું નિદાન કરવામાં આવ્યું હતું. તેની સાવાર દરમિયાન નટુકાકા તેર દિવસ હોસ્પિટલમાં રહ્યાં હતાં. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી.
ગળાના ઓપરેશન બાદ રેડિયેશનના 30 તથા કિમોના પાંચ સેશન લીધા હતા. ઓક્ટોબર મહિના સુધી નટુકાકાની કેન્સરની સારવાર ચાલી હતી. તેના છ મહિના બાદ નટુકાને જયાં પહેલા ગાંઠ થઈ હતી ત્યાં સ્પોટ જોવા મળ્યાં હતાં. આ કેન્સરના સ્પોટ હોવાનું નિદાન કરવામાં આવ્યું, જેની સારવાર કરવામાં આવી. જો કે, તેમના પુત્રના જણાવ્યાં મુજબ હાલમાં તેમની તબિયતમાં સુધાર છે.


