TMKOC: જ્યારે ભીડેના ઘરે બાપ્પા સાથે આવી હતી ગોકુલધામ સોસાયટી, જુઓ
મંદાર ચાંદવાડકર ઉર્ફે આત્મારામ તુકારામ ભીડે
ગણેશોત્સવ મુંબઈગરાંઓ માટે ફક્ત ઉત્સવ જ નથી પણ તે એક વાર્ષિક પ્રસંગ છે. મહિના પહેલાથી તૈયારીઓ શરૂ કરીને ઘર-ઘરમાં ગણેશોત્વસની ઉજવણી કરવામાં આવે છે. બાપ્પાના સ્વાગત માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે અને પછી 10 દિવસ ગણેશોત્સવની ધામધુમથી તૈયારીઓ કરવામાં આવે છે.
પરંતુ આ વર્ષે કોરોના વાયરસ (COVID-19) મહામારીને લીધે ગણેશોત્સવની ઉજવણી પર અમુક પ્રતિબંધો મુકવામાં આવ્યાં છે. તે છતાં લોકોએ બાપ્પાનું આગમન ઘણા ધૂમ-ધામથી કર્યું છે. ગણેશોત્સવનો ઉત્સવ મુંબઈ શહેરમાં વધારે જોવા મળે છે. બાપ્પાના ઉત્સવ માટે કોઈ જાત-પાત જોવામા નથી આવતું બધા એકસમાન છે. આ ઉત્સવ આપણા ટીવી અને બૉલીવુડ સેલેબ્સ ભવ્યતાથી ઉજવે છે. આ પ્રસંગે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ()ના એક્ટર મંદાર ચાંદવાડકર ઉર્ફે આત્મારામ તુકારામ ભીડેએ પણ ગણપતિ બાપ્પાની એક તસવીર શૅર કરી છે, જે વર્ષ 2018ની છે ત્યારે તેઓ ગણપતિ બાપ્પાને પોતાના ઘરે લાવ્યા હતા.
ADVERTISEMENT
આ ગણપતિ મૂર્તિ વિશે રસપ્રદ વાત એ છે કે તે ગોકુલધામ સોસાયટી પર આધારિત હતી. ગણપતિ બાપ્પાની મૂર્તિ ગોકુલધામ સોસાયટીના પૃષ્ઠભૂમિમાં મૂકવામાં આવી હતી, જ્યાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ રહેવાસીઓ રહે છે. ગોકુલધામ સોસાયટીના કમ્પાઉન્ડમાં બાપ્પા બિરાજમાન થયા છે.
મંદાર ચાંદવાડકરે ઈન્સ્ટાગ્રામ પર તસવીર શૅર કરતા કહ્યું, આ મારા ઘરના ગણપતિ બાપ્પાની એક ઝલક છે. આ 2018નો ફોટો છે. જ્યારે તારક મહેતા સીરિયલે 10 વર્ષ પુર્ણ કર્યા હતાં ત્યારે હું ગોકુલધામ સોસાયટીને મારા ઘરે લઈ આવ્યો હતો
શૉમાં આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર ભજવનારા મંદાર ચાંદવાડકરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો તેમને શૉમાં બીજું કોઈ પાત્ર ભજવવું હોય તો તે ચોક્કસપણે ઐય્યરની ભૂમિકા ભજવશે. તેઓ હંમેશા ઐય્યરના પાત્ર વિશે વિચારે છે. જોકે એનું કારણ બબીતાજી (હસીને કહેતા) નથી. હું જાણું છું કે ઘણા લોકો આ રીતે વિચારતા હશે. પરંતુ મને નવી ભાષા શીખવાનો શોખ છે અને જો મને તે ભૂમિકા મળે તો હું નિશ્ચિતરૂપે તે કરવા માંગુ છું. જ્યારે હું દુબઈમાં હતો, ત્યારે મેં થોડી મલયાલમ શીખી હતી. જો મને તક મળશે, તો હું તામિલ ભાષા શીખીશ અને મિસ્ટર ઐય્યરની ભૂમિકા ભજવીશ.
આ પણ જુઓ : તારક મહેતા શૉના 'ભીડે માસ્ટર' અસલમાં છે એન્જિનિયર, આવી રીતે બદલાઈ ગઈ લાઈફ
સાથે મંદારે કહ્યું, ઐય્યરનો રોલ ઘણો અલગ જ છે. તેના ઘણા બધા શેડ્સ છે. જેઠાલાલ સાથે જે ઐય્યરનો પ્યાર અને તકરાર થાય છે, ભીડે સાથે જે ઝઘડો થાય છે તે તદ્દન અલગ છે. આ બધાને જોતા જો મને તક મળશે, તો હું ચોક્કસપણે ઐય્યરનો રોલ પ્લે કરવા ઈચ્છુ છું.

