Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > `તે એક્ટર નહોતા, છતાં લીડ રોલ ભજવવા આપ્યો` TMKOCના પ્રૉડ્યૂસર આસિત મોદીનો કટાક્ષ

`તે એક્ટર નહોતા, છતાં લીડ રોલ ભજવવા આપ્યો` TMKOCના પ્રૉડ્યૂસર આસિત મોદીનો કટાક્ષ

02 May, 2023 09:01 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આસિત મોદીએ તાજેતરમાં જ શૈલેશ લોઢાને લઈને એક નિવેદન આપ્યું હતું કે શૉ પર શૈલેશને લીડ કેરેક્ટર તારક ભજવવા આપ્યું હતું, એ જાણવા છતાં કે તે એક્ટર નથી. 

આસિત મોદી vs શૈલેષ લોઢા

TMKOC

આસિત મોદી vs શૈલેષ લોઢા


તારક મેહતા કા ઊલ્ટા ચશ્માના (Taarak Mehta Ka Ooltah Chashmah) પ્રૉડ્યૂસર આસિત મોદી અને એક્ટર શૈલેશ લોઢા વચ્ચેનો શીતયુદ્ધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. એક્ટર શૈલેશ લોઢાએ આસિત  મોદી પર તેમની આખી પેમેન્ટ ન આપવાનો આરોપ મૂક્યો હતો, આથી તેમણે કાયદાકીય મદદ લીધી ગતી. તો નોટિસ મળ્યા બાદ આસિત મોદીએ સ્પષ્ટપણે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો કે શૈલેશ લોઢાએ પેપર ફૉર્માલિટીઝ પૂરી કરી નહોતી આથી તેમની પેમેન્ટનું કામ પૂરું થઈ શક્યું નહોતું.

આસિત મોદીની આ વાતનો શૈલેશ લોઢાએ આપ્યો જવાબ
આ દરમિયાન આસિત મોદીએ વધુ એક વાત કહી હતી. આસિત મોદીએ કહ્યું કે શૈલેશને તેમણે પોતાના શૉ તારક મેહતમં ફક્ત કામ જ નહીં પણ લીડ કેરેક્ટર `તારક` પણ ભજવવાની તક આપી, આ જાણતા હોવા છતાં કે શૈલેશ એક્ટર નથી. હવે આસિતના આ સ્ટેટમેન્ટ પર શૈલેશ લોઢા લાલચોળ થતા જોવા મળે છે.



તારક મેહતા એક્ટર શૈલેશ લોઢાએ આસિત મોદી પર સાધ્યો નિશાનો
ઈટાઈમ્સના રિપૉર્ટ પ્રમાણે, એક્ટર શૈલેશ લોઢાએ કહ્યું કે `હું આ કેસ પર હવે કોઈ કોમેન્ટ નથી કરવા માગતો. કારણકે આ બધું જ્યૂડિસરીની અંડર છે. હું માત્ર એટલું જણાવવા માગું છું તારક મેહતા શૉ મારો પહેલો શૉ નહોતો. અને મેં નહોતું કહ્યું કે આસિત મોદી મને તારક મેહતામાં કાસ્ટ કરો. હું વર્ષ 1981થી એક કવિ તરીકે મારા પગ મજબૂત કરી ચૂક્યો છું. ટીવી પર પણ મેં ઘણું કામ કર્યું છે. તે સમયે હું વાહ વાહ, કૉમેડી સર્કસ, ક્યા બાત હે કરી ચૂક્યો હતો.`


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shailesh Lodha (@iamshaileshlodha)


આ પણ વાંચો : ક્રિએટિવ બ્લોકથી બહાર આવવા શું કરે છે આસિત મોદી? ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો

શૈલેશ લોઢાએ આસિત મોદી પર કર્યો કટાક્ષ
તેમણે આગળ કહ્યું, "હું માનનીય કવિ કૃષ્ણ બિહારી નૂરજીની એક પંક્તિ કહેવા માગીશ - `સત્ય જરાક ઘટે કે વધે, અરીસો ખોટું બોલતો જ નથી.` બે મારી લખેલી પંક્તિઓ પણ છે - `તેને અસત્યને અશરફિઓથી ઢાંકવાની આદત છે. ભૂલી જાય છે તે કે મારી પાસે સત્યની તાકાત છે.` શૈલેશ લોઢાએ આગળ કહ્યું-  હું આસિત મોદી દ્વારા કરવામાં આવેલા દરેક ક્લેમનો જવાબ આપીશ. જે ઘટનાઓ થઈ તેમની સાથે ડૉક્યૂમેન્ટ પણ પ્રસ્તુત કરીશ પણ યોગ્ય સમયે."

Whatsapp-channel Whatsapp-channel

02 May, 2023 09:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK