Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ક્રિએટિવ બ્લોકથી બહાર આવવા શું કરે છે આસિત મોદી? ઇન્ટરવ્યૂમાં કર્યો રસપ્રદ ખુલાસો

ક્રિએટિવ બ્લોકથી બહાર આવવા શું કરે છે આસિત મોદી? ઇન્ટરવ્યૂમાં કર્યો રસપ્રદ ખુલાસો

27 April, 2023 06:41 PM IST | Mumbai
Karan Negandhi | karan.negandhi@mid-day.com

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત કુમાર મોદીને જ્યારે તેમના વ્યસ્ત શેડ્યૂલ અને તેમની પસંદ નાપસંદ વિશે સવાલ કર્યો ત્યારે તેમણે એક રસપ્રદ ખુલાસો કર્યો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ના નિર્માતા આસિત કુમાર મોદી (Asit Kumarr Modi)એ ગુજરાતી મિડ-ડે સાથેની એક મુલાકાતમાં નિખાલસતાથી વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે દયા ભાભીના શૉમાં પાછા ફરવાની તેમને કેટલી ચિંતા છે, પત્રકાર પોપટલાલના લગ્ન કરાવવા જોઈએ કે નહીં જેવા અનેક મુદ્દા પર માંડીને વાત કરી.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા આસિત કુમાર મોદીને જ્યારે તેમના વ્યસ્ત શેડ્યૂલ અને તેમની પસંદ નાપસંદ વિશે સવાલ કર્યો ત્યારે તેમણે એક રસપ્રદ ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે જો તેમનો મૂડ ખરાબ હોય અથવા તેમને ક્રિએટિવ બ્લોક નડે ત્યારે તેઓ પાણીપુરી ખાવાનું પસંદ કરે છે.




અમારા પ્રશ્નનો જવાબ આપતા આસિત મોદીએ પોતાના મોજીલા સ્વભાવમાં કહ્યું કે, “મને જમવાનું અને નાસ્તો તો બધો જ ભાવે છે. આમ તો હું ડાયટનું ધ્યાન રાખું છું, પણ ચોરાફળી, દાળવડા, ખમણ ખૂબ પ્રિય છે. હું અમદાવાદ જાઉં ત્યારે ‘નો ડાયટ’.”

તેમણે કહ્યું કે, “મુંબઈમાં મને સેવપુરી અને પાણીપુરી ખાવાનું ખૂબ પસંદ છે. મને જ્યારે લાગે કે હું માનસિક રીતે થાકી ગયો છું, તો હું ફ્રેશ થવા માટે પાણીપુરી ખાઉં છું. તેનાથી મારો મૂડ તરત સારો થઈ જાય છે. જોકે, પાણીપુરીમાં હું એક્સપેરિમેન્ટ ન કરી શકું. જો મને પહેલી જ પુરી ન ભાવે તો હું પૈસા આપીને રવાના થઈ જાઉં છું.”


આસિત મોદીએ પ્રવાસ વિશે વાત કરતાં કહ્યું હતું કે તેમને પ્રાકૃતિક સ્થળે પ્રવાસ કરવાનું ગમે છે, જ્યાં ખુલ્લું આકાશ હોય, નદી-વહેતું પાણી હોય ઝાડપાન હોય. મિત્રો સાથે વાતો કરવી પણ તેમને ગમે છે.

આ પણ જુઓ: આસિત કુમાર મોદીઃ દયાભાભી અને પત્રકાર પોપટલાલનો મામલો રાષ્ટ્રીય મુદ્દો બની જશે

તારક મહેતા જેવી મનોરંજક સિરિયલ આપનાર આસિત કુમાર મોદીને વાંચનનો પણ ખૂબ શોખ છે. તેમનો આખો ઇન્ટરવ્યૂ આપ ઉપર આપેલી લિન્ક પરથી જોઈ શકો છો.

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2023 06:41 PM IST | Mumbai | Karan Negandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK