Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘ઇન્ડિયન આઇડલ’ની સ્પર્ધકે પોતાનું કમ્પોઝ કરેલું ગીત ગાવાની વિનંતી કરી શ્રેયા ઘોષાલને

‘ઇન્ડિયન આઇડલ’ની સ્પર્ધકે પોતાનું કમ્પોઝ કરેલું ગીત ગાવાની વિનંતી કરી શ્રેયા ઘોષાલને

12 February, 2023 02:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોની પર આવતા આ સિન્ગિંગ રિયલિટી શોમાં શ્રેયા ઘોષાલ સ્પેશ્યલ એપિસોડ યોજાયો હતો

‘ઇન્ડિયન આઇડલ’ની સ્પર્ધકે પોતાનું કમ્પોઝ કરેલું ગીત ગાવાની વિનંતી કરી શ્રેયા ઘોષાલને

‘ઇન્ડિયન આઇડલ’ની સ્પર્ધકે પોતાનું કમ્પોઝ કરેલું ગીત ગાવાની વિનંતી કરી શ્રેયા ઘોષાલને


‘ઇન્ડિયન આઇડલ 13’ની સ્પર્ધક સેંજુતી દાસે પોતાના કમ્પોઝ કરેલા ગીતને ગાવાની વિનંતી શ્રેયા ઘોષાલને કરી છે. સોની પર આવતા આ સિન્ગિંગ રિયલિટી શોમાં શ્રેયા ઘોષાલ સ્પેશ્યલ એપિસોડ યોજાયો હતો. એ દરમ્યાન કન્ટેસ્ટન્ટ્સે શ્રેયાનાં ગીત ગાઈને તેને મંત્રમુગ્ધ કરી દીધી હતી. સેંજુતીએ શ્રેયાને પોતાની આઇડલ ગણાવી છે. એ દરમ્યાન શ્રેયાને વિનંતી કરતાં સેંજુતીએ કહ્યું કે ‘મારી પાસે જ્યારે સમય હોય ત્યારે હું ગીત બનાવું છું અને કમ્પોઝ કરું છું. મેં એક ગીત તમારા માટે બનાવ્યું છે. મને પૂરો વિશ્વાસ છે કે તમારો અવાજ એ ગીત સાથે બંધ બેસે છે. સાથે જ હું તમને વિનંતી કરું છું કે મેં લખેલું ગીત તમે ગાઓ અને એને પછીથી સાંભળો.’

સેંજુતીની આ રિક્વેસ્ટ સાંભળીને શ્રેયાએ તેને પૂછ્યું કે ‘ગીત ક્યારે રેકૉર્ડ કરવું છે?’ શ્રેયાને પોતાની પ્રેરણા ગણાવતાં સેંજુતીએ કહ્યું કે ‘તમે મારી સૌથી મોટી પ્રેરણા છો. તમારે કારણે જ હું આજે અહીં પહોંચી છું. તમારાં ગીતો સાંભળીને જ મને ગીત ગાવાની પ્રેરણા મળી છે. ત્યાર બાદથી તો હું તમારાં બધાં ગીતો પર પર્ફોર્મ કરતી આવી છું. હું નાની હતી ત્યારે મારા પેરન્ટ્સને પણ સંગીતનો ખૂબ શોખ હતો. એ વખતે તેઓ તમારા આલબમની સીડી લઈ આવ્યા હતા. મેં જ્યારે પહેલી વખત તમારું ગીત ‘મેરે ઢોલના’ સાંભળ્યું ત્યારે જ મેં નક્કી કરી લીધું કે હું તમારું અનુકરણ કરીશ અને પ્લેબૅક સિંગર બનવાની મારી ઇચ્છા પૂરી કરીશ.’



સેંજુતીનો અવાજ સાંભળ્યા બાદ શ્રેયાએ પણ તેની ભરપૂર પ્રશંસા કરી હતી. એ વિશે શ્રેયાએ કહ્યું કે ‘તેં ખરેખર આખું વાતાવરણ બદલી નાખ્યું છે. પહેલું ગીત સંજય લીલા ભણસાલી સરે કમ્પોઝ કર્યું એ હતું, ‘થોડે બદમાશ’ અને એને ‘સાંવરિયા’ ફિલ્મમાં પહેલી વખત પર્ફોર્મ કર્યું હતું. આ ગીતની લાગણી પ્યૉર છે. આ ગીતમાં શુદ્ધતા છે. તેં ખૂબ સરસ રીતે ગીત ગાયું છે અને નાની-નાની ટ્યુન્સ પણ પર્ફેક્ટ હતી. ગૉડ બ્લેસ યુ.’


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2023 02:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK