Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > નીલમ કોઠારી અને આયેશા ઝુલ્કા બની સીક્રેટ સૅન્ટા

નીલમ કોઠારી અને આયેશા ઝુલ્કા બની સીક્રેટ સૅન્ટા

21 December, 2022 04:04 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શોમાં કલકત્તાની સોનાક્ષીએ ‘વાદા રહા સનમ’ ગીત પર પર્ફોર્મ કર્યું હતું

નીલમ કોઠારી અને આયેશા ઝુલ્કા

નીલમ કોઠારી અને આયેશા ઝુલ્કા


નીલમ કોઠારી અને આયેશા ઝુલ્કા હાલમાં જ ‘ઇન્ડિયન આઇડલ 13’ની સ્પર્ધક સોનાક્ષી કાર માટે સીક્રેટ સૅન્ટા બની હતી. આ શોમાં નીલમ અને આયેશા બન્ને મહેમાન તરીકે જોવા મળી હતી. શોમાં કલકત્તાની સોનાક્ષીએ ‘વાદા રહા સનમ’ ગીત પર પર્ફોર્મ કર્યું હતું. આ પર્ફોર્મન્સ દરમ્યાન એક વિડિયો પ્લે કરવામાં આવ્યો હતો જેમાં સોનાક્ષી સેલિબ્રિટી ફિટનેસ ટ્રેઇનર સંગીતા પાસે ફિટનેસ ટ્રેઇનિંગ લેતી જોવા મળી રહી છે. 

આ ફિટનેસ ટ્રેઇનિંગનું સબસ્ક્રિપ્શન સોનાક્ષી માટે નીલમ અને આયેશાએ આપ્યું છે. સોનાક્ષીનું ગીત સાંભળીને આયેશાએ કહ્યું હતું કે ‘આ ગીત સોનાક્ષી પાસે સાંભ‍ળીને હું ખૂબ જ ખુશ થઈ છું. તેણે ખૂબ જ  સારી રીતે ગાયું છે. આ ગીતે મારા માટે ઘણી યાદોને તાજી કરી દીધી છે. હું ખૂબ જ ઇમોશનલ થઈ ગઈ છું. આ ગીતને ૩૦ વર્ષ થઈ ગયાં છે અને મારી ઘણી યાદો તાજી થઈ ગઈ છે. કાશ, હું ફરી પર્વતો પર જઈને આ ગીતને રીક્રિએટ કરી શકું.’


Whatsapp-channel Whatsapp-channel

21 December, 2022 04:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK