Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > દીપિકા કક્કર હવે ક્યારેય નહીં કરે એક્ટિંગ? પતિ છે કારણભૂત! અભિનેત્રીએ કરી સ્પષ્ટતા

દીપિકા કક્કર હવે ક્યારેય નહીં કરે એક્ટિંગ? પતિ છે કારણભૂત! અભિનેત્રીએ કરી સ્પષ્ટતા

30 May, 2023 12:34 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અભિનેત્રી દીપિકા કક્કર માતૃત્વનો આનંદ માણી રહી છે ત્યારે તે ભવિષ્યમાં અભિનય નહીં કરે તેવી અફવાઓએ જોર પકડ્યું હતું

દીપિકા કક્કર પતિ શોએબ ઈબ્રાહિમ સાથે

દીપિકા કક્કર પતિ શોએબ ઈબ્રાહિમ સાથે


‘સસુરાલ સિમર કા’ (Sasural Simar Ka) ફૅમ અભિનેત્રી દીપિકા કક્કર (Dipika Kakar) અત્યારે તેની ગર્ભાવસ્થા માણી રહી છે. ત્યારે અભિનેત્રીનું નામ સતત ચર્ચામાં છે. દીપિકા પતિ શોએબ ઈબ્રાહિમ (Shoaib Ibrahim) સાથે સમય વિતાવી રહી છે. ત્યારે દીપિકાએ આપેલા એક જવાબનો એવો મર્મ કાઢવામાં આવ્યો હતો કે, અભિનેત્રી હવેથી ટેલિવિઝન ક્ષેત્રે કામ નહીં કરે અને ઇન્ડસ્ટ્રીને ગુડબાય કહી દેશે. આ વાત સાંભળીને દીપિકાના ફેન્સ નારાજ થઈ ગયા હતા. આખરે અભિનેત્રીએ આ વાત પર ચુપકીદી તોડી છે અને હકીકત જણાવી છે.


દીપિકા કક્કર ગર્ભાવસ્થાના ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે. દીપિકા પોતાના જીવનની આ સુંદર પળોને કેમેરામાં કેદ કરવાનું નથી ભૂલતી. પતિ-પત્નિ તેમના બ્લોગ્માં હંમેશા અંગત જીવન વિશે માહિતી આપતા રહે છે. પ્રેગ્નેન્સીમાં પતિ શોએબ ઈબ્રાહિમ તેને સપોર્ટ કરતો અને તેની કાળજી લેતો જોવા મળે છે. આ દરમિયાન એવી અફવાઓ હતી કે, દીપિકા ડિલિવરી પછી એક્ટિંગ છોડી દેશે અને ક્યારેય સ્ક્રીન પર પાછી નહીં ફરે.જોકે, હવે દીપિકાએ પોતે આ અફવાઓને ખોટી ગણાવી છે. એક્ટિંગ અને ટીવી છોડવાના સમાચાર પર અભિનેત્રીએ પ્રતિક્રિયા આપી છે. દીપિકાએ કહ્યું કે, આ બધી વસ્તુઓ નકામી છે. અભિનય છોડવાની તેની કોઈ યોજના નથી. તે હાલમાં બ્રેક પર છે અને પ્રેગ્નન્સી ફેઝ એન્જોય કરી રહી છે.એક ન્યુઝ પોર્ટલ સાથેની વાતચીતમાં દીપિકા કક્કરે કહ્યું કે, ‘મેં હમણાં જ મારા વિશે સમાચાર સાંભળ્યા કે હું અભિનય કારકિર્દી છોડવા માંગુ છું. પાછી ટીવીમાં કામ નથી કરવાની. જોકે પહેલાંના ઇન્ટરવ્યુમાં કહેલી મારી વાતને લોકોએ ખોટી રીતે લીધી છે. મારી વાતનો મતલબ એવો કાઢ્યો કે, હું અભિનય કરવા માંગતી નથી. પરંતુ તમને જણાવી દઉં કે એવું નથી. હું હંમેશાથી ગૃહિણી બનવા માંગતી હતી. શોએબ ઓફિસ જતો હોય અને હું તેના માટે નાસ્તો બનાવું અને પછી ઘરની સંભાળ રાખું. પરંતુ તેનો અર્થ એ નથી કે હું ફરીથી કામ કરવા નથી માંગતી કે હું એક્ટિંગ છોડી દઈશ.’


આ પણ વાંચો – જોઈ લો દીપિકા અને શોએબનું ડ્રીમ હાઉસ

‘શક્ય છે કે હું આગામી ચાર-પાંચ વર્ષ સુધી કામ નહીં કરી શકું અથવા આ દરમિયાન મને કોઈ સારી ઓફર મળશે તો હું તેનો સ્વીકાર કરીશ. એવું પણ બની શકે છે કે, હું મારા આ ચાર-પાંચ વર્ષ મારા બાળકને આપવા માંગુ છું. અત્યારે આ બધી માત્ર વાતો જ છે. બાકી તો બાળક આવશે ત્યારે બધું ખબર પડશે.’, એમ દીપિકાએ ઉમેર્યું હતું. દીપિકાને માતૃત્વનો અનુભવ કરવો છે તેમ પણ તેણે જણાવ્યું હતું.


આ પણ વાંચો – પ્રેગ્નન્સીને લઈને ટ્રોલ કરનારાઓનો ક્લાસ લગાવ્યો દીપિકા કક્કરે

દીપિકા કક્કર છેલ્લે ‘સસુરાલ સિમર કા 2’માં જોવા મળી હતી. તેણે ટીવી રિયાલિટી શો `બિગ બોસ 12` (Bigg Boss) જીત્યો હતો અને તે સ્ટાર પ્લસ (Star Plus)ની સિરિયલ `કહાં હમ કહાં તુમ` (Kahaan Hum Kahaan Tum)માં કરણ ગ્રોવર (Karan Grover) સાથે જોવા મળી હતી. શોએબ સાથે લગ્ન કરતા પહેલા તેના લગ્ન રૌનક સેમસન (Raunak Samson) સાથે થયા હતા પરંતુ બાદમાં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. દીપિકાએ પતિ શોએબ ઈબ્રાહિમ સાથે `ઝલક દિખલા જા 8` (Jhalak Dikhhla Jaa) અને `નચ બલિયે 8` (Nach Baliye)માં પણ ભાગ લીધો હતો.

Whatsapp-channel Whatsapp-channel

30 May, 2023 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK