23 April, 2021 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપિકા કક્કડ અને શોએબ ઇબ્રાહિમ
દીપિકા કક્કડ અને શોએબ ઇબ્રાહિમનું ડ્રીમ હાઉસ તૈયાર થઈ ગયું છે. હાલમાં જ મુંબઈમાં તેમના ઘરનું રિનોવેશન ચાલી રહ્યું છે. જોકે તેઓ લોકોને પોતાનું ઘર દેખાડવા માટે ઉત્સાહિત છે. તેમણે ઘરને વાઇટ અને ગોલ્ડન કલર આપ્યો છે. ડાઇનિંગ એરિયામાં ટેબલ અને ચૅરની સાથે જ મોટો અરીસો રાખવામાં આવ્યો છે સાથે જ વિશાળ ઝુમ્મર પણ રાખવામાં આવ્યું છે. દીવાલ અને સોફાસેટ વાઇટ કલરનાં છે. આ સિવાય તેમને મળેલી ટ્રોફીઓ માટે પણ અલગથી ગોઠવણ કરી છે.