પ્રેગ્નન્સીને લઈને ટ્રોલ કરનારાઓનો ક્લાસ લગાવ્યો દીપિકા કક્કરે

06 March, 2023 05:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૮માં તેણે શોએબ ઇબ્રાહિમ સાથે લગ્ન કર્યાં હતાં.

પ્રેગ્નન્સીને લઈને ટ્રોલ કરનારાઓનો ક્લાસ લગાવ્યો દીપિકા કક્કરે

‘સસુરાલ સિમર કા’ દ્વારા ઘર-ઘરમાં જાણીતી થયેલી દીપિકા કક્કરે તેની પ્રેગ્નન્સીને લઈને નિંદા કરનારા લોકોનો ઊધડો લીધો હતો. ૨૦૧૮માં તેણે શોએબ ઇબ્રાહિમ સાથે લગ્ન કર્યાં હતાં. મુસ્લિમ સાથે લગ્ન કરવાને લઈને પણ તેની નિંદા કરવામાં આવે છે. સોશ્યલ મીડિયામાં યુઝર્સ કહી રહ્યા છે કે તે ‘બનાવટી બેબી-બમ્પ દેખાડે છે.’ એ વાંચીને દીપિકા રોષે ભરાઈ છે. હાલમાં જ આ બન્નેની પાંચમી મૅરેજ-ઍનિવર્સરી હતી. તો દીપિકાને સોશ્યલ મીડિયા યુઝર્સ કમેન્ટ્સ કરી રહ્યા હતા કે ‘શું શોએબે ઍનિવર્સરી ન મનાવી?’ 

કેટલાક લોકો તેના ભૂતકાળને લઈને પણ સવાલ કરી રહ્યા છે. તેનું કહેવું છે કે તે જે દર્દમાંથી પસાર થઈ હતી એનો અંદાજ કોઈને નથી. તેની નિંદા કરનારા ટ્રોલ્સને લઈને એક વિડિયો દીપિકાએ તેની યુટ્યુબ ચૅનલ દીપિકા કી દુનિયા પર શૅર કર્યો છે. એ વિડિયોમાં લોકોને સવાલ કરતાં દીપિકા કહે છે કે ‘કોઈ પ્રેગ્નન્ટ મહિલા વિશે એવું કહેવું કે તે ફેક બેબી-બમ્પ દેખાડે છે એ કેટલી હદે યોગ્ય છે? સાથે જ અમારી પાંચમી મૅરેજ-ઍનિવર્સરી નિમિત્તે એવી અપેક્ષા શું કામ રાખવામાં આવે કે માત્ર પુરુષો જ તેમની વાઇફને સરપ્રાઇઝ આપે? અમે કોઈ પણ પ્રસંગ વગર પણ એકબીજા પ્રત્યે પ્રેમનો એકરાર કરીએ છીએ. ટીવી ઍક્ટર હોવું ખૂબ મુશ્કેલ છે. અડધા કલાકની સિરિયલની પાછળ અનેક લોકોની મહેનત લાગે છે. જે લોકો નેગેટિવ કમેન્ટ્સ કરે છે તેઓ વાસ્તવિકતા જાણ્યા વગર જ પાયાવિહોણી વાતો કરે છે. મારા ભૂતકાળ પર ચર્ચા કરવામાં આવે છે. હું કઈ તકલીફમાંથી પસાર થઈ છું એ વિશે તમે શું જાણો છો? શોએબ મારી લાઇફનો ગર્વ છે. મારા પતિની પ્રશંસા હું જરૂરથી કરીશ. મારો શોએબ મને ખૂબ પ્રેમ કરે છે. તમે કોઈને નીચા દેખાડવા માગતા હો તો તમને એક મિનિટ પણ નહીં લાગે. જો તમે કહેશો કે આવી ગઈ ઍક્ટિંગ કરવા તો હા, અમે એ જ કરીએ છીએ. તમને જો તકલીફ હોય તો ન જુઓ અમને. અમે તો આવા જ રહેવાના છીએ.’

entertainment news television news indian television sasural simar ka