Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બિગ બૉસ OTT 3માં સામેલ થયા બાદ ઍક્ટિંગના સારા પ્રોજેક્ટ્સ મળવાની આશા છે રણવીર શૌરીને

બિગ બૉસ OTT 3માં સામેલ થયા બાદ ઍક્ટિંગના સારા પ્રોજેક્ટ્સ મળવાની આશા છે રણવીર શૌરીને

23 June, 2024 11:17 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘બિગ બૉસ OTT 3’ની જિયો સિનેમા પર શરૂઆત થઈ ચૂકી છે

રણવીર શૌરી

રણવીર શૌરી


‘બિગ બૉસ OTT 3’ની જિયો સિનેમા પર શરૂઆત થઈ ચૂકી છે અને એમાં રણવીર શૌરી પણ જોડાયો છે એથી તેને એવી આશા છે કે આ શોમાંથી બહાર નીકળ્યા બાદ તેને સારા પ્રોજેક્ટ્સ મળશે. તેને પૂછવામાં આવ્યું કે શું તું વધુ રિયલિટી શોમાં દેખાવાનો છે? એનો જવાબ આપતાં રણવીર શૌરી કહે છે, ‘આ શો પછી મને નથી લાગતું કે હું અન્ય કોઈ રિયલિટી શોમાં જોવા મળું. જોકે આ બિઝનેસમાં તમે કોઈ ખાતરી ન આપી શકો, કારણ કે એને માટે એક ઍક્ટર તરીકે પણ ઘણી બધી બાબતો પર આધાર રાખવો પડે છે.’


શોમાંથી બહાર નીકળ્યા બાદ તેને સારાં કામ મળશે એવી આશા વ્યક્ત કરતાં રણવીર શૌરી કહે છે, ‘એક ઍક્ટર તરીકે તમને સારું કામ સતત નથી મળતું એથી મને આશા છે કે સારી ઍક્ટિંગનાં અસાઇનમેન્ટ્સ મળશે એથી હું પાછો મારું કામ શરૂ કરીશ. એટલે કોઈ રિયલિટી શોમાં જવાનું મારું કોઈ પ્લાનિંગ નથી.’


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2024 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK