Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રાજૂ શ્રીવાસ્તવની હાલત નાજુક, ઓપરેશન બાદ નથી આવ્યા ભાનમાં

રાજૂ શ્રીવાસ્તવની હાલત નાજુક, ઓપરેશન બાદ નથી આવ્યા ભાનમાં

11 August, 2022 05:58 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

યોગી આદિત્યનાથ અને રાજનાથ સિંહે ફોન પર કૉમેડિયનની તબિયતના સમાચાર લીધા, મદદનું આપ્યું આશ્વાસન

ફાઇલ તસવીર

Health Updates

ફાઇલ તસવીર


૫૮ વર્ષીય કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava)ને બુધવારે જીમમાં વર્કઆઉટ કરતા સમયે હૃદયરોગનો હુમલો આવતા દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત નાજૂક હોવાના અહેવાલ છે. અહેવાલ અનુસાર, તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Yogi Adityanath) અને રક્ષા પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh) રાજૂ શ્રીવાસ્તવની પત્ની શિખા શ્રીવાસ્તવ (Shikha Srivastava) સાથે ફોન પર વાત કરી અને તેની તબિયત વિશે પૂછપરછ કરી હતી. તેમજ મદદનું આશ્વાસન આપ્યું છે.

રાજૂ શ્રીવાસ્તવ બુધવારે જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા.. આ દરમિયાન ટ્રેડમિલ પર દોડતી વખતે તેમને છાતીમાં ભારે દુખાવો થયો અને તેઓ જમીન પર પડી ગયા હતા. જિમ ટ્રેનર તેમને ઉતાવળમાં હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરોએ હાર્ટ એટેકની પુષ્ટિ કરી હતી.



હૉસ્પિટલ સાથે જોડાયેલા સૂત્રોએ માહિતી આપી છે કે, કૉમેડિયનની હાલત નાજુક છે. તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, ત્યારબાદ તેમના એક ભાગમાં ૧૦૦ ટકા બ્લોકેજ જોવા મળ્યું હતું. તેમની હાલતને જોતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. હજી સુધી તેમની હાલત ગંભીર છે.


ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે તેમની પત્નીને ફોન કરીને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ રાજૂ શ્રીવાસ્તવના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. તેમણે એક ટ્વીટ દ્વારા કહ્યું છે કે, તેઓ એઇમ્સના ડૉક્ટરોના સંપર્કમાં છે.


રાજૂના પીઆરઓ ગરવિત નારંગે એક વાતચીતમાં જણાવ્યું છે કે, કૉમેડિયનનું મગજ રિસપોન્ડ કરતું નથી. તેમની પલ્સ ૬૦-૬૫ ચાલી રહી છે.

રાજૂ શ્રીવાસ્તવ દેશના સૌથી સફળ સ્ટેન્ડ-અપ કૉમેડિયનમાંના એક અને ટેલિવિઝનના નાના પડદાના જાણીતા સ્ટાર છે. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશની ફિલ્મ વિકાસ પરિષદના પ્રમુખ છે. સ્ટેન્ડ-અપ કૉમેડી શો "ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ"ની પ્રથમ સીઝનમાં ભાગ લીધા પછી ઓળખ મળી હતી.

કૉમેડિયન ૧૯૮૦ના દાયકાથી મનોરંજન ક્ષેત્રે સક્રિય છે. સ્ટેન્ડઅપ કૉમેડિયન હોવા ઉપરાંત, તે એક ફિલ્મ કલાકાર પણ છે અને રાજૂએ `મૈંને પ્યાર કિયા`, `બાઝીગર`, `જર્ની બોમ્બે ટુ ગોવા` અને `બિગ બ્રધર` જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

રાજૂ શ્રીવાસ્તવે વર્ષ ૨૦૧૪માં સમાજવાદી પાર્ટીમાં જોડાઈને રાજકારણમાં પ્રવેશ કર્યો અને કાનપુરથી લોકસભા ચૂંટણી માટે ટિકિટ લીધી હતી. જોકે, માર્ચ ૨૦૧૪માં, તેમણે પાર્ટીના સ્થાનિક એકમના સમર્થનના અભાવને ટાંકીને ટિકિટ પરત કરી અને પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

11 August, 2022 05:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK