Pahalgam Terror Attack: ટીવી અભિનેત્રી દીપિકા કક્કર પણ તેના પતિ શોએબ ઇબ્રાહિમ અને પરિવાર સાથે પહેલગામમાં વેકેશનનો આનંદ માણી રહી હતી. આ હુમલા પછી, આ ટીવી કપલના ચાહકો ચિંતિત થઈ ગયા હતાં. તેમની ચિંતા દૂર કરવા માટે, તેઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરી.
દીપિકા કક્કર અને શોએબ ઇબ્રાહિમ કાશ્મીરમાં
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને આઘાત આપ્યો છે. આ હુમલા બાદ બૉલિવૂડ અને ટીવી કલાકારો પણ રોષે ભરાયા છે. સોનુ સૂદથી લઈને અક્ષય કુમાર સુધી, ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા આતંકવાદીઓના આ કાયરતાભર્યું કૃત્ય પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. ઘણા ટીવી સ્ટાર્સે પણ આ હુમલા પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, ટીવી અભિનેત્રી દીપિકા કક્કર પણ તેના પતિ શોએબ ઇબ્રાહિમ અને પરિવાર સાથે પહલગામમાં વેકેશનનો આનંદ માણી રહી હતી. આ હુમલા પછી, આ ટીવી કપલના ચાહકો ચિંતિત થઈ ગયા હતાં. તેમની ચિંતા દૂર કરવા માટે, તેઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જાણ કરી કે તેઓ સુરક્ષિત છે.
શોએબ ઇબ્રાહિમે આપ્યું અપડેટ
પહલગામની બૈસરન ખીણમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ દીપિકા અને શોએબે સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરી માહિતી આપી કે તેઓ સુરક્ષિત છે. પોસ્ટ શૅર કરતી વખતે શોએબ ઇબ્રાહિમે લખ્યું - `હાઈ ફ્રૅન્ડ્સ, તમે બધા અમારી સુરક્ષા વિશે ચિંતિત હતા... અમે બધા સુરક્ષિત અને ઠીક છીએ, અમે આજે સવારે કાશ્મીર છોડી દીધું અને અમે સુરક્ષિત રીતે દિલ્હી પહોંચી ગયા... તમારી ચિંતા બદલ આપ સૌનો આભાર.`
ADVERTISEMENT
દીપિકા અને શોએબ તેમની રજાઓનો આનંદ માણી રહ્યા હતા
દીપિકા અને શોએબના ચાહકો તેમના વિશે ચિંતિત હતા કારણ કે ટીવી સ્ટાર કપલ સતત કાશ્મીરની સુંદર વાદીઓમાંથી તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા હતા. તાજેતરમાં, બંનેએ પહલગામની તેમની મુલાકાતનો એક વીડિયો પણ શૅર કર્યો હતો, જેમાં તેઓ સુંદર દૃશ્યોની ઝલક બતાવતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં, પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ઘણા ફૅન્સે કપલની પોસ્ટ્સ પર કમેન્ટ કરીને તેમના હાલચાલ વિશે પૂછ્યું હતું.
View this post on Instagram
પહલગામમાં શું થયું?
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં મંગળવારે આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો. ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 28 લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયેલા લોકોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતકોમાં ભારતીય મૂળના બે વિદેશી નાગરિકો પણ સામેલ છે. આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ૫૦ થી વધુ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. બપોરે ૨.૩૦ વાગ્યે, ૨-૩ આતંકવાદીઓ આવ્યા અને પ્રવાસીઓના ઓળખપત્રો ચકાસવાનું શરૂ કર્યું. આ પછી અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. આ આતંકવાદી હુમલાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ સહિત દેશના તમામ મોટા નેતાઓએ આ ઘટનાની નિંદા કરી છે.

