એકનાથ શિંદે સોમવારે રાતે તેમના કાફલા સાથે જઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર એક ઘાયલ બાઇકરને જોતાં જ તેમણે તેમનો કાફલો થોભાવ્યો હતો
કાફલો અટકાવીને એકનાથ શિંદેએ ઘાયલ બાઇકરને મદદ કરી
મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે સોમવારે રાતે તેમના કાફલા સાથે જઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર એક ઘાયલ બાઇકરને જોતાં જ તેમણે તેમનો કાફલો થોભાવ્યો હતો એટલું જ નહીં, તરત જ નીચે ઊતરીને પોતાના કાફલાની ઍમ્બ્યુલન્સમાં તે ઘાયલ બાઇકરને જલદી હૉસ્પિટલમાં મોકલવાની તજવીજ કરીને ઑફિસરોને એ માટે આદેશ આપ્યો હતો.

