તેણે એક વર્ષ માટે મીઠી વસ્તુઓ ખાવાનું છોડી દીધું હતું
માધુરી દીક્ષિત નેનેએ પોતાના હાથે કાર્તિકને રસમલાઈ ખવડાવી હતી
કાર્તિક આર્યન તેની ફિલ્મ ‘ચંદુ ચૅમ્પિયન’ના પ્રમોશન માટે ‘ડાન્સ દીવાને’ના સેટ પર પહોંચ્યો હતો. એ દરમ્યાન આ ડાન્સ રિયલિટી શોની જજ માધુરી દીક્ષિત નેનેએ પોતાના હાથે કાર્તિકને રસમલાઈ ખવડાવી હતી. કાર્તિકે ‘ચંદુ ચૅમ્પિયન’ માટે ખૂબ મહેનત કરી હતી. તેણે એક વર્ષ માટે મીઠી વસ્તુઓ ખાવાનું છોડી દીધું હતું. આ જ કારણ છે કે જ્યારે આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયું ત્યારે ફિલ્મના ડિરેક્ટર કબીર ખાને તેને રસમલાઈ ખવડાવી હતી. ‘ડાન્સ દીવાને’ના સેટ પર જજ સુનીલ શેટ્ટીએ પણ કાર્તિકની કામ પ્રત્યેની લગનની પ્રશંસા કરી હતી અને જણાવ્યું કે તેં કરેલી મહેનત માટે આ રસમલાઈ એક રિવૉર્ડ છે. આજે આ શોનો ગ્રૅન્ડ ફિનાલે કલર્સ પર રાતે સાડાનવ વાગ્યે દેખાડવામાં આવશે.

