પેરન્ટ્સના સંઘર્ષ પરથી તેને પ્રેરણા મળે છે
કાર્તિક આર્યનની તસવીર
કાર્તિક આર્યન ૧૪ જૂને રિલીઝ થનારી તેની આગામી ફિલ્મ ‘ચંદુ ચૅમ્પિયન’ને લઈને એક્સાઇટેડ છે. તેનું કહેવું છે કે તે લાઇફમાં અનેક વખત અસહાયતા અનુભવે છે. પેરન્ટ્સના સંઘર્ષ પરથી તેને પ્રેરણા મળે છે. શનિવારે ‘ચંદુ ચૅમ્પિયન’ના ટ્રેલર-લૉન્ચ વખતે તેને પૂછવામાં આવ્યું હતું કે આ ફિલ્મના રોલની જેમ તેણે કદી પણ હૅન્ડિકૅપ્ડ હોવાનો અહેસાસ કર્યો હતો? એનો જવાબ આપતાં કાર્તિક કહે છે, ‘હૅન્ડિકૅપ્ડ તો નહીં પણ હા, અસહાય હોવાનો અહેસાસ થયો છે. દરેકની લાઇફમાં આવો અનુભવ થાય છે. દરેકને ઉતાર-ચડાવમાંથી પસાર થવું પડે છે. એવાં અનેક ઉદાહરણો હતાં જ્યારે હું પોતાને હેલ્પલેસ સમજતો હતો. જોકે મારાં માતા-પિતાની મહેનત, તેમની લગન અને તેમનો સંઘર્ષ જોઈને હું ઘણુંબધું શીખું છું. મને એવું લાગે છે કે દુઃખ વગર સુખની કિંમત નથી થતી. ક્યારેક તમે નિઃસહાય અનુભવો છો, પરંતુ એ સ્થિતિનો પણ સ્વીકાર કરવો જોઈએ.’


