° °

આજનું ઇ-પેપર
Thursday, 08 December, 2022


War બાદ હવે નેહા અને ફાલ્ગુનીનું પેચઅપ? Indian Idolના નવા પ્રોમોની જુઓ હકિકત

26 September, 2022 03:09 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લડાઈ દરમિયાન નેહા અને ફાલ્ગુનીને એકસાથે જોઈને લોકો કન્ફ્યૂઝ (Users Confused) થઈ ગયાં છે અને પૂછી રહ્યાં છે કે આખરે આ થઈ શું રહ્યું છે? પણ ખરેખર હકિકત શું છે તે આવો જાણીએ અહીં...

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર

ફાલ્ગુની પાઠક (Falguni Pathak Vs Neha Kakkar) અને નેહા કક્કર વચ્ચે લડાઈ ખતમ થઈ ગઈ છે. આ અમે નહીં પણ ઇન્ડિયન આઇડલ 13ના (Indian Idol 13) સ્ટેજનો રિલીઝ થયેલો વીડિયો જોઈને યૂઝર્સ કહી રહ્યાં છે. લડાઈ દરમિયાન નેહા અને ફાલ્ગુનીને એકસાથે જોઈને લોકો કન્ફ્યૂઝ (Users Confused) થઈ ગયાં છે અને પૂછી રહ્યાં છે કે આખરે આ થઈ શું રહ્યું છે? પણ ખરેખર હકિકત શું છે તે આવો જાણીએ અહીં...

શું ખતમ થઈ ગઈ નેહા કક્કર અને ફાલ્ગુની પાઠકની લડાઈ?
ફાલ્ગુની પાઠક અને જ્યાં `મેંને પાયલ હૈ છનકાઈ`નું રીમિક્સ વર્ઝન ગાવા પર નેહા કક્કર સામે નાકાજગી વ્યક્ત કરી રહ્યાં છે. તેમને ખરી-ખોટી સંભળાવી રહ્યાં છે. આ દરમિયાન હવે તેમનો અને નેહા કક્કરનો એક સાથે એક જ સ્ટેજ શૅર કરતો વીડિયો જેમાં તે બન્ને એન્જૉય કરે છે તે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઇન્ડિયન આઇડલ 13નો છે. આ વીડિયોને જોઈને યૂઝર્સ ચોંકી ગયા છે.

સોની ટીવીના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઇન્ડિયન આઇડલ 13નો આ વીડિયો શૅર કરવામાં આવ્યો છે. વીડિયોમાં શૉના જજ નેહા કક્કર ફાલ્ગુની પાઠકનો ઇન્ડિયન આઇડલ 13ના મંચ પર વેલકમ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકાય છે કે નેહા કક્કર કહેતી જોવા મળે છે કે, આજે ખૂબ જ સારો દિવસ છે. થિયેટર રાઉન્ડ છે. આની શરૂઆત અમે માતાજીના નામ સાથે કરીએ, તેથી વધારે સુંદર બીજું કંઇ ન થઈ શકે. નેહા આગળ કહે છે - આપણી વચ્ચે લેજેન્ડરી ફાલ્ગુની મેમ આવ્યાં છે.

નેહા કક્કડના સ્વીટ ઇન્ટ્રોડક્શન પછી ફાલ્ગુની પાઠક ગરબા સૉન્ગ ગાય છે, અને પછી નેહા અને હિમેશ રેશમિયા સહિત બધા દાંડિયા રમે છે. વીડિયો સાથે લખવામાં આવ્યું છે- નવરાત્રીની શરૂઆત નેહા અને ફાલ્ગુનીની સાથે. જો આ વીડિયો જોઈને તમને પણ લાગી રહ્યું છે કે નેહા અને ફાલ્ગુની વચ્ચેની લડાઈ ખતમ થઈ ગઈ છે તો તમે ખોટા છો, કારણકે આ વીડિયો અત્યારનો નથી, પણ આ એપિસોડનું શૂટ પહેલાથી થઈ ગયું હતું. ફક્ત વીડિયો રિલીઝ હવે કરવામાં આવ્યો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

યૂઝર્સ કરી રહ્યાં છે સિંગર્સને ટ્રોલ
ફાલ્ગુની પાઠક અને નેહા કક્કરની કૉલ્ડ વૉર પછી બન્નેને એક સાથે એક જ મંચ પર જોઈને લોકો ચોંકી ગયા છે. બન્નેને એકસાથે જોયા પછી અનેક યૂઝર્સ તેમની લડાઈને ફેક જણાવી રહ્યા છે. એક યૂઝરે વીડિયોના કોમેન્ટ સેક્શનમાં પણ લખ્યું છે, સૉન્ગ ફેમસ કરવવા માટે શું-શું કરે છે આ લોકો... પહેલા સોશિયલ મીડિયા પર લડીને અટેંશન ગ્રેબ કરે છે, પછી એક સાથે ટીવી પર પરફૉર્મ કરે છે, કેવો દેખાવો છે યાર...

આ પણ વાંચો : નેહા કક્કડ પર કેમ કેસ કરવો છે ફાલ્ગુની પાઠકને?

નેહા કક્કર પર કેમ ભડકી ફાલ્ગુની પાઠક?
હકિકતે, નેહા કક્કરે તાજેતરમાં જ ફાલ્ગુની પાઠકનું સુપરહિટ ગીત `મેંને પાયલ હૈ છનકાઈ`નું રીમિક્સ વર્ઝન રિલીઝ કર્યું છે. પણ ફાલ્ગુનીને નેહાનું આ રીમિક્સ ગીત પસંદ પડ્યું નથી. ફાલ્ગુની પાઠકે નેહાના ગીત પર નારાજગી વ્યક્ત કરતા તેને ખરી-ખોટી સંભળાવી છે. ફાલ્ગુની પાઠકના ખરાબ રિએક્શન પછી નેહા કક્કરે સ્પષ્ટતા આપતા કહ્યું કે તેમને મહેનત અને ટેલેન્ટના બળે આ સફળતા મળી છે. મેંને પાયલ હૈ છનકાઈ ગીતને લઈને ફાલ્ગુની પાઠક સતત નેહા કક્કર પર વાર કરી રહ્યાં છે. જો કે તમને કોનું ગીત વધારે ગમ્યું?

26 September, 2022 03:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

સ્ક્રીન પર લોકો જુએ છે એના કરતાં રિયલમાં અમારું રિલેશન ખૂબ જ અલગ છે: શ્રદ્ધા

શ્રદ્ધા આર્યાનું કહેવું છે કે રીલ કરતાં રિયલ લાઇફમાં તેના સંબંધ તેના કો-સ્ટાર શક્તિ અરોરા સાથે એકદમ અલગ છે. તેઓ ‘કુંડલી ભાગ્ય’માં સાથે કામ કરી રહ્યાં છે.

07 December, 2022 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

બ્રેકઅપના નવ મહિના બાદ દિવ્યા અગરવાલે કરી સગાઈ

દિવ્યા અગરવાલે તેના બૉયફ્રેન્ડ વરુણ સૂદ સાથેના બ્રેકઅપના નવ મહિના બાદ બિઝનેસમૅન અપૂર્વ પાડગાવકર સાથે સગાઈ કરી લીધી છે.

07 December, 2022 06:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

TMKOC: રાજ અનડકટે પણ શૉને કહ્યું ગુડબાય: સોશિયલ મીડિયા પોસ્ટમાં કર્યો ખુલાસો

અગાઉ એવી એટકળો હતો કે રાજ અનડકટે શૉ છોડી દીધો છે

06 December, 2022 07:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK