થોડા સમય પહેલાં કૃષ્ણા અભિષેકે જણાવ્યું હતું કે શોના મેકર્સ સાથે પૈસાને લઈને વાત અટકી ગઈ હતી.
કૃષ્ણા અભિષેક
કૃષ્ણા અભિષેક હવે કપિલ શર્મા સાથે ‘ધ કપિલ શર્મા શો’માં જોડાવા માટે તૈયાર થઈ ગયો છે. થોડા સમય પહેલાં કૃષ્ણા અભિષેકે જણાવ્યું હતું કે શોના મેકર્સ સાથે પૈસાને લઈને વાત અટકી ગઈ હતી. કૃષ્ણા પોતે પણ આ શોમાં આવવા માટે ઉત્સુક હતો. આ શોમાં તે સપનાની ભૂમિકામાં છે. હવે આ શોમાં પાછા આવવાને લઈને કૃષ્ણાએ કહ્યું કે ‘મારું દિલ નથી બદલાયું, પરંતુ અમે કૉન્ટ્રૅક્ટ બદલી નાખ્યો છે. એ કૉન્ટ્રૅક્ટમાં પૈસા સિવાય અન્ય ઘણા મુદ્દાઓ હતા. જોકે એને ઉકેલવામાં આવ્યા છે. આ શો અને ચૅનલ મારા માટે પરિવાર જેવાં છે. મને એ વાતની ખુશી છે કે હું પાછો આવ્યો છું. સપનાની એન્ટ્રી શાનદાર થશે. ઘર કા ભુલા શામ કો ઘર આએ તો ઉસકો ભુલા નહીં કહતે. આ પણ એ જ હિસાબ છે. શોના મેકર્સ અને ચૅનલ સાથે મારાં રિલેશન ખૂબ જૂનાં છે. એ સંબંધો એટલા પ્યૉર અને સારા છે કે હું પાછો આવ્યો છું. હું દર્શકોનો પણ આભારી છું કે તેઓ સતત મારી એન્ટ્રી વિશે પૂછતા હતા. મને એવું લાગે છે કે લોકોનો પ્રેમ અને આ શોમાં પાછા ફરવાની મારી ઇચ્છા કામ કરી ગયાં.’

