એવું જાણવા મળ્યું છે કે જૂનમાં એનો ફાઇનલ શો ટેલિકાસ્ટ કરવામાં આવશે
યુએસની ટૂર પર આધાર રાખે છે ‘ધ કપિલ શર્મા શો’
કપિલ શર્માનો શો ‘ધ કપિલ શર્મા શો’ પર થોડા સમય માટે પડદો પડી જશે એવી અફવા ફેલાઈ હતી. એવું જાણવા મળ્યું છે કે જૂનમાં એનો ફાઇનલ શો ટેલિકાસ્ટ કરવામાં આવશે. કપિલ શર્મા તેની અમેરિકાની ટૂર પર જવાનો છે. એથી આ શોનું ભવિષ્ય શું છે એ જાણી નથી શકાયું. જોકે હજી સુધી એ નથી જાણવા મળ્યું કે આ શો બ્રેક પછી પાછો આવશે કે નહીં. એ વિશે કપિલ શર્માએ કહ્યું કે ‘અમે યુએસમાં અમારી લાઇવ ટૂર પર જુલાઈમાં જવાના છીએ. એ વખતે અમે જોઈશું કે શું કરવું. હજી તો સમય છે.’


