‘ધ કપિલ શર્મા શો’માં કામ કરવાના સવાલ પર તેણે જણાવ્યું
ફાઇલ તસવીર
કૃષ્ણા અભિષેકને પૂછવામાં આવ્યું હતું કે શું તે ‘ધ કપિલ શર્મા શો’માં પાછો આવવાનો છે તો એનો જવાબ આપતાં તેણે જણાવ્યું કે ફરીથી અમારી વાત પૈસા પર આવીને ઊભી રહી ગઈ છે. ભૂતકાળમાં તેણે આ શોમાં સપનાનો રોલ ભજવ્યો હતો. છેલ્લાં ચાર વર્ષથી તે આ શો સાથે સંકળાયેલો હતો, પરંતુ હાલની સીઝનમાં તે નથી દેખાયો. થોડા સમય પહેલાં મેકર્સે કૃષ્ણા અભિષેકને આ શોમાં પાછા લાવવા માટે કૉન્ટૅક્ટ કર્યો હતો. એ વિશે પૂછવામાં આવતાં કૃષ્ણા અભિષેકે કહ્યું કે ‘હા, ‘ધ કપિલ શર્મા શો’ના મેકર્સે હાલમાં જ સંપર્ક કર્યો હતો. તેઓ મને પાછો લાવવા માગે છે. જોકે બીજી વખત અમે પૈસા અને કૉન્ટ્રૅક્ટની બાબત પર સહમત ન થઈ શક્યા. બાત પૈસે પર હી આકર અટકી હૈ ફિર સે. આ સીઝનમાં તો શક્ય નથી. આશા છે કે આગામી સીઝનમાં હું પાછો
આવું. કપિલ અને કૃષ્ણાને સાથે જોવા એ અમારા ફૅન્સ માટે મોટી વાત રહેશે.’

