બન્ને વચ્ચે વાતચીતના સંબંધો પણ નથી રહ્યા. ફિલ્મના કોઈ ઇમોશનલ સીનની જેમ મળવાની ઇચ્છા કૃષ્ણાની છે.
બન્ને વચ્ચે વાતચીતના સંબંધો પણ નથી રહ્યા
કૃષ્ણા અભિષેકનું માનવું છે કે તે ‘કભી ખુશી કભી ગમ’નાં જયા બચ્ચન અને શાહરુખ ખાનની જેમ ગોવિંદાને મળવા માગે છે. બન્ને વચ્ચે વાતચીતના સંબંધો પણ નથી રહ્યા. ફિલ્મના કોઈ ઇમોશનલ સીનની જેમ મળવાની ઇચ્છા કૃષ્ણાની છે. મામા ગોવિંદા સાથે સંબંધો સુધરી જાય એવી ઇચ્છા વ્યક્ત કરતાં કૃષ્ણા અભિષેકે કહ્યું કે ‘તે મારા મામા છે અને વહેલા કાં તો મોડા અમે એક થઈ જઈશું. આપણા લોહીમાં એટલી તાકાત હોય છે કે તે અમને મેળવશે. કાંઈક એવો જાદુ થઈ જાય અને અમે ક્યાંક મળી જઈએ.’
સાથે જ એ સમયને તેણે યાદ કર્યો જ્યારે તે અને ગોવિંદા દુબઈના મૉલમાં શૉપિંગ કરવા ગયા હતા, પરંતુ અલગ-અલગ સમયે. એ વિશે કૃષ્ણા અભિષેકે કહ્યું કે ‘હું એક વખત શૉપિંગ કરવા ગયો હતો ત્યારે દુકાનદારે મને કહ્યું કે ગોવિંદા મામા થોડા સમય પહેલાં જ અહીં આવ્યા હતા. એથી મેં તેમને
જોયા પણ હતા. મારા મનમાં ફિલ્મનો સીન ફરવા માંડ્યો હતો. હું સ્લો મોશનમાં તેમની તરફ દોડવા લાગ્યો હતો અને એ જ ક્ષણે મારાં મામી આવી ગયાં હતાં.’


