તે બહુ જલદી ‘પૉપ કૌન’માં જોવા મળવાની છે.

જૉની લીવરની દીકરી જૅમી લીવર
જૉની લીવરની દીકરી જૅમી લીવરનું કહેવું છે કે સ્ટૅન્ડ-અપ કૉમેડિયન તરીકે તે કૃષ્ણા અભિષેક પાસેથી ઘણું શીખી છે. તે બહુ જલદી ‘પૉપ કૌન’માં જોવા મળવાની છે. આ વિશે વાત કરતાં જૅમી લીવરે કહ્યું કે ‘મેં મારી કરીઅરની શરૂઆત ‘કૉમેડી સર્કસ’થી કરી હતી. ત્યાં અમારે મિમિક્રી કરવાની સાથે ઘણાં પાત્રો પણ ભજવવાનાં હતાં. મેં જ્યારે ‘કૉમેડી સર્કસ’ માટે ઓડિશન આપ્યું અને મને પસંદ કરવામાં આવી ત્યારે ડિરેક્ટર નકુલ સરે મને કહ્યું હતું કે હું જેની-જેની મિમિક્રી કરી શકું એનું નામ આપવામાં આવે. મેં ત્રણ-ચાર વ્યક્તિનાં જ નામ લખ્યાં હતાં અને હું એ કરી શકીશ કે નહીં એ માટે પણ કૉન્ફિડન્ટ નહોતી. હું અન્ય ઍક્ટર્સને જોઈને શીખતી રહી હતી. હું કૃષ્ણા અભિષેક ભાઈ પાસેથી ઘણું શીખી છું. તે જ્યારે પાત્ર ભજવે ત્યારે તેમની પર્સનાલિટીમાં બધું બદલાઈ જતું હતું. અવાજ, ચહેરાના હાવભાવ, બૉડી લૅન્ગ્વેજ, તેઓ જે રીતે ઊભા રહે છે બધું જ બદલાઈ જતું હતું. હું તેમની પાસેથી ઘણું શીખી છું.’