Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બિગ બીને આ જગ્યાએ જવા પર રોકતા હતા જયા બચ્ચન? KBCમાં અભિનેતાએ આપ્યો ફની જવાબ

બિગ બીને આ જગ્યાએ જવા પર રોકતા હતા જયા બચ્ચન? KBCમાં અભિનેતાએ આપ્યો ફની જવાબ

Published : 22 September, 2024 07:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Kaun Banega Crorepati 16: અમિતાભ બચ્ચને મહિલાઓને ભાર નહીં પરંતુ શાન કહી છે. આ શોમાં એક સ્પર્ધકે અપરિણીત મહિલાઓને પરિવાર પર બોજ જણાવી હતી. એને જોતાં તેમણે મહિલાઓના સન્માનમાં આ વાત કહી હતી.

જયા અને અમિતાભ બચ્ચન (ફાઇલ તસવીર)

જયા અને અમિતાભ બચ્ચન (ફાઇલ તસવીર)


બૉલિવૂડના સુપર સ્ટાર બિગ બી અમિતાભ બચ્ચન (Kaun Banega Crorepati 16) અને તેમનો પરિવાર હંમેશા લોકો વચ્ચે ચર્ચામાં રહે છે. બિગ બી અને જયા બચ્ચનના સંબંધો અને એક્ટ્રેસના ગુસ્સાની વાત થાય છે, તો ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનને લઈને પણ અનેક વાતો અવાર નવાર તમારા કાને પડતી જ હશે. દરેક વ્યક્તિ બચ્ચન પરિવાર વિશે જાણવા માગે છે. આ સાથે અમિતાભ બચ્ચને અનેક વખત તેમના ટેલીવિઝન શો `કૌન બનેગા કરોડપતિ`માં તેમની પત્ની જયા સાથેના તેમના સંબંધ અને યાદો અંગે રસપ્રદ વાતો કહી છે, પરંતુ તેઓ એક બાબતે વાત કરતાં અટકી ગયા જ્યારે સબ ટીવીના શો `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`ના કલાકારોએ તેમને `કૌન બનેગા કરોડપતિ 13`માં જયા બચ્ચન વિશે અનેક ગંભીર પ્રશ્નો પૂછ્યા હતા. આ સવાલ સાંભળીને અમિતાભ બચ્ચન પણ એકદમ ચૂપ થઈ ગયા ગયા હતા. આ વીડિયો હવે ફરી એક વખત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` (Kaun Banega Crorepati 16) સિરિયલમાં મિસીસ હાથીની ભૂમિકા ભજવનાર અંબિકા રંજનકરે અમિતાભ બચ્ચનને પૂછ્યું હતું કે “શું જયા બચ્ચન કોઈ વસ્તુ ખરીદતી વખતે ભાવતાલ કરે છે? તેના પર બચ્ચને કહ્યું હતું કે, “કઈ મહિલા ભાવતાલ નથી કરતી?” તે જ સમયે, મિસીસ સોઢીની ભૂમિકા ભજવનાર જેનિફર મિસ્ત્રીએ તેમને પૂછ્યું હતું કે “શું ક્યારેય જયા અમિતાભ બચ્ચનને પાર્ટીઓમાં જતા અટકાવતા હતા? આના જવાબમાં બિગ બીએ જણાવ્યું હતું કે, `ના તે બિલકુલ મને રોકતી નથી, કારણ કે તે પોતે પાર્ટી-શાર્ટીમાં જાય છે.` તે જ સમયે, મિસ્ટર અય્યરનો રોલ પ્લે કરનાર અભિનેતા તનુજ મહાશબ્દેએ બિગ બીને પ્રશ્ન કર્યો હતો કે `જો કોઈ તમારી બાલ્કનીમાં ડોકિયું કરે તો તમે શું કરશો?`



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)


આ સવાલ સામે બચ્ચને ટોણો માર્યો હતો અને તેમનો ઈશારો `જેઠાલાલ` દિલીપ જોશી પર હતો, જે `તારક મહેતા`માં બબીતાજી તરફ ડોકિયું કરે છે. આ સવાલ સાંભળીને અમિતાભે (Kaun Banega Crorepati 16) જવાબ આપ્યો હતો કે, `આ મારા માટે છે કે તેમના (દિલીપ જોશી) માટે?` `કૌન બનેગા કરોડપતિ 16`માં પણ અમિતાભ પોતાના અંગત જીવન અને કરિયર સાથે જોડાયેલી રસપ્રદ વાતો શૅર કરતા રહે છે. કેબીસીની અત્યાર સુધી 16 સિઝન આવી ચૂકી છે. આ રિયાલીટી શોને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ની સીઝન ૧૬માં (Kaun Banega Crorepati 16) અમિતાભ બચ્ચને મહિલાઓને ભાર નહીં પરંતુ શાન કહી છે. આ શોમાં એક સ્પર્ધકે અપરિણીત મહિલાઓને પરિવાર પર બોજ જણાવી હતી. એને જોતાં અમિતાભ બચ્ચને મહિલાઓના સન્માનમાં આ વાત કહી હતી. અમિતાભ બચ્ચન ઘણાં વર્ષોથી ‘કૌન બનેગા કરોડપતિ’ને હોસ્ટ કરતા આવ્યા છે. આ શોના માધ્યમથી લોકોને ધનરાશિ જીતવાની તક મળે છે. શોને જે પ્રકારે તેઓ હોસ્ટ કરે છે એના કારણે તેઓ લોકોના ફેવરેટ છે.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2024 07:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK