આ વિશે કરણવીર શર્મા કહ્યું કે ‘મારું માનવું છે કે અનુભવ મળતાં તમારો વિકાસ થાય છે અને એથી જ હું નવી તકને હંમેશાં એક્સપ્લોર કરતો રહું છું.
કરણવીર શર્મા એક દૃશ્ય માટે બન્યો સિનેમૅટોગ્રાફર
કરણવીર શર્મા તેના શો ‘રબ સે હૈ દુઆ’ના એક દૃશ્ય માટે સિનેમૅટોગ્રાફર બન્યો હતો. કરણવીર હંમેશાં કૅમેરા સામે જોવા મળી રહ્યો છે, પરંતુ આ વખતે તે કૅમેરા પાછળ જોવા મળ્યો હતો. આ શોના એક દૃશ્ય માટે તેણે સિનેમૅટોગ્રાફર બનવાનું નક્કી કર્યું હતું. આ વિશે કરણવીર શર્મા કહ્યું કે ‘મારું માનવું છે કે અનુભવ મળતાં તમારો વિકાસ થાય છે અને એથી જ હું નવી તકને હંમેશાં એક્સપ્લોર કરતો રહું છું. કૅમેરાની સામે રહેવાનું હંમેશાં મારું પૅશન રહ્યું છે, પરંતુ કૅમેરાની પાછળ કામ કેવી રીતે કરવું એ હું હંમેશાંથી ટ્રાય કરવા માગતો હતો. મેં ભૂતકાળમાં મ્યુઝિક વિડિયો પણ ડિરેક્ટ કર્યો હતો, પરંતુ મારા શોના દૃશ્યને જ શૂટ કરવાનું પહેલી વાર હતું. અમે ખૂબ જ ગરમીમાં શૂટિંગ કરી રહ્યાં હતાં અને એથી જ અમારા ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફીને થોડો આરામ મળે એ હેતુથી મેં કૅમેરો લીધો હતો. તેઓ કેવી રીતે દરેક ડીટેલ્સને કૅપ્ચર કરે છે એ જાણવા માટે હું ખૂબ જ ઉત્સુક હતો. જોકે મને નહોતું લાગતું કે હું એ શૂટ કરી શકીશ. જોકે ક્રૂ મેમ્બર્સ અને અમારા ઓરિજિનલ ડીઓપીની મદદથી હું એ કરી શક્યો હતો.’


