દુવાનું પાત્ર ભજવતી અદિતિએ કહ્યું કે ‘હું ચાર વર્ષ બાદ ફરી ઝી સાથે કામ કરી રહી છું.
કરણવીર શર્મા અને અદિતિ શર્મા
અદિતિ શર્મા અને કરણવીર શર્મા હવે ઝીટીવી પર આવી રહેલા નવા શો ‘રબ સે હૈ દુવા’માં જોવા મળશે. આ શોની સ્ટોરી ઓલ્ડ દિલ્હીની છે. આ શોની સ્ટોરી દુવાની આસપાસ ફરે છે જેણે હૈદર સાથે લગ્ન કર્યાં હોય છે. દુવાનું પાત્ર ભજવતી અદિતિએ કહ્યું કે ‘હું ચાર વર્ષ બાદ ફરી ઝી સાથે કામ કરી રહી છું. દુવા ખૂબ જ ખુશ હોય છે તેની લાઇફમાં, કારણ કે તે તેના પતિ હૈદર સાથે ખૂબ જ સારી લાઇફ પસાર કરી રહી હોય છે. જોકે એક દિવસ તેની દુનિયા પડી ભાંગે છે, જ્યારે હૈદર કહે છે કે તે અન્ય છોકરીના પ્રેમમાં પડ્યો છે. આ પાત્રમાં મારે ઘણા ઉતાર-ચડાવ દેખાડવાના છે અને એક ઍક્ટર તરીકે મને ઘણાં ઇમોશન્સ દેખાડવાની તક મળશે. આ સ્ટોરીમાં ઘણા ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ છે અને દર્શકોને એ પસંદ પણ પડશે.’
કરણવીર શર્માએ આ વિશે કહ્યું કે ‘હું પહેલી વાર ઝી ટીવી પર જોવા મળીશ અને આ નવા અસોસિએશનને લઈને હું ખૂબ જ એક્સાઇટેડ છું. હૈદર એક એવો માણસ છે જે હંમેશાં તેની જવાબદારીને ખૂબ જ સિરિયસલી લેતો હોય છે. તેના પિતાએ અન્ય મહિલા સાથે લગ્ન કરવા માટે તેની મમ્મીને જે રીતે છોડી હતી ત્યારથી લઈને હૈદરે પોતાની જરૂરિયાત કરતાં અન્યોને પહેલાં રાખ્યા હોય છે. જોકે હૈદર પણ બીજી વાર લગ્ન કરવા માગતો હોય છે અને આ સંજોગ પણ એકદમ યુનિક છે. આશા રાખું છું કે દર્શકોને આ પસંદ પડશે.’


