કપિલ શર્મા શૉ: અરૂણા ઈરાની-બિંદુની યાદોનો લાગ્યો તડકો
ધ કપિલ શર્મા શૉમાં આજકાલ રેટ્રો સ્ટાર્સની એન્ટ્રી થઈ હતી. કપિલ શર્માના શૉમાં અરૂણા ઈરાની અને બિંદુએ હાજરી આપી હતી. શૉ દરમિયાન અરૂણા ઈરાની અને બિંદુએ તેમના કરિઅર સાથે જોડાયેલી વાતો કરી હતી. કરિઅરની શરૂઆતથી લઈને રેટ્રો સ્ટાર્સ સુધીની સફર બન્ને અભિનેત્રીઓ શૅર કરી હતી. શૉમાં કપિલે કહ્યું હતું કે, તેની મમ્મી કઈ રીતે ટોન્ટ મારે છે કે તેમનો છોકરો હોવા છતા ફિલ્મોમાં જતો રહ્યો.
બન્ને વેતરન સ્ટારે પણ જૂની યાદો તાજા કરી હતી અને કહ્યું હતું કે તે સમયે પણ ફિલ્મમાં આવવુ મોટી વાત હતી. બિંદુના સાસુના રોલના કારણે આજે પણ વહુઓ પોતાની સાસુને બિંદુ કહીને બોલાવે છે. શૉમાં અરૂણા ઈરાની એક્ટિવ દેખાયા અને ખુશ જોવા મળ્યા. અરુણાએ કહ્યું કે, પહેલા પાર્ટીમાં જોઈ કોઈ પુરૂષ તેમની સાથે વાત કરે તો તેમની પત્નીઓ ડરી જતી. શૉ દરમિયાન બન્ને સ્ટાર્સની સાથે દર્શકો દરવખતની જેમ પેટ પકડીને હસ્યા હતા. શૉમાં બચ્ચા યાદવની કોમેડીએ પણ ગજબ રંગ રાખ્યો હતો.
ADVERTISEMENT
આમ તો બચ્ચા યાદવની એન્ટ્રી પૂછીને નથી થતી બસ મન ફાવે ત્યારે તે પહોંચી જાય છે પરંતુ આ વખતે અરૂણા ઈરાની અને બિંદુ ખાસ બચ્ચા યાદવને પૂછે છે. બચ્ચા યાદવની એન્ટ્રી સાથે શૉમાં તડકો વાગી જાય છે. શૉ દરમિયાન બન્ને સ્ટાર્સના ફિલ્મી કરિઅરની એક પછી એક યાદો તાજા થાય છે.


