Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



બેબીઝ ડે આઉટ

16 May, 2023 03:09 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શોનો હેતુ દીકરીઓને શિક્ષિત કરવાની પહેલને સપોર્ટ કરવાનો છે

 કપિલ શર્માએ તેની ત્રણ વર્ષની દીકરી અનાયરા શર્મા સાથે રૅમ્પ-વૉક કર્યું હતું.

કપિલ શર્માએ તેની ત્રણ વર્ષની દીકરી અનાયરા શર્મા સાથે રૅમ્પ-વૉક કર્યું હતું.


રવિવારે બેટી ફૅશન શો નાનાં બાળકોના નામ રહ્યો હતો. આ શોને અનુ રંજને મધર્સ ડે નિમિત્તે આયોજિત કર્યો હતો. આ શોનો હેતુ દીકરીઓને શિક્ષિત કરવાની પહેલને સપોર્ટ કરવાનો છે. કપિલ શર્માએ તેની ત્રણ વર્ષની દીકરી અનાયરા શર્મા સાથે રૅમ્પ-વૉક કર્યું હતું. કપિલની દીકરીએ રૅમ્પ પરથી ફ્લાઇંગ કિસ પણ આપી હતી. તેણે કૉન્ફિડન્સથી રૅમ્પ-વૉક કર્યું હતું. કપિલ અને તેની દીકરીએ બ્લૅક આઉટફિટ પહેર્યાં હતાં. તો કૉમેડિયન ભારતી સિંહ પણ તેના એક વર્ષના દીકરા લક્ષ સાથે પહોંચી હતી અને તેની સાથે કૃષ્ણા અભિષેક પણ હતો. આ બેટી ફૅશન શો દ્વારા લીડરશિપમાં મહિલાઓની ભાગીદારી અને સમાજના દરેક ક્ષેત્રે તેઓ સામેલ થાય એ ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. આ નેક પહેલને સપોર્ટ કરવા માટે અપારશક્તિ ખુરાના, આદિત્ય સીલ, અનુષ્કા રંજન, આકાંક્ષા રંજન અને નિયા શર્મા પણ હાજર હતાં.


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2023 03:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK