પૂજા ભટ્ટ હાલમાં ‘બિગ બૉસ ઓટીટી 2’માં જોવા મળી રહી છે.
પૂજા ભટ્ટ
પૂજા ભટ્ટનું કહેવું છે કે તેને બાળકો ક્યારેય નહોતાં જોઈતાં. પૂજા ભટ્ટ હાલમાં ‘બિગ બૉસ ઓટીટી 2’માં જોવા મળી રહી છે. તેણે મનીષ મખીજા સાથે લગ્ન કર્યાં હતાં અને ડિવૉર્સ પણ થઈ ગયા હતા. તેણે ૨૦૧૪માં લગ્નનાં અગિયાર વર્ષ બાદ ડિવૉર્સ લીધા હતા. આ વિશે વાત કરતાં પૂજાએ કહ્યું કે ‘હું અગિયાર વર્ષ સુધી લગ્નજીવનમાં હતી. ત્યાર બાદ મને લાગ્યું કે લગ્નજીવનમાં બધું બરાબર નથી તો જૂઠું બોલીને કેમ સાથે રહેવું. તે ઍક્ટર નહોતો, પરંતુ તે મીડિયા બિઝનેસ સાથે સંકળાયેલો હતો. એ ખૂબ જ સારો માણસ હતો. મને જ્યારે બાળકોની ઇચ્છા હતી ત્યારે પણ મને બાળકો નહોતાં જોઈતાં. મને બાળકો પસંદ છે. જોકે મને બાળકો ક્યારેય નહોતાં જોઈતાં અને એ વિશે હું જૂઠું બોલી શકતી નહોતી. અમારી વચ્ચે જે પણ હતું એ સારું હતું. જોકે અમે ડિગ્નિટી મેઇન્ટેન રાખી હતી અને છૂટાં પડ્યાં હતાં.’


