પૂજા ભટ્ટે ખાતરી અપાવી છે કે તે તેની ફિલ્મોમાં પશુઓનો ઉપયોગ નહીં કરે એથી પીટા એટલે કે પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (PETA)એ તેને સન્માનિત કરી છે.
પૂજા ભટ્ટ
પૂજા ભટ્ટે ખાતરી અપાવી છે કે તે તેની ફિલ્મોમાં પશુઓનો ઉપયોગ નહીં કરે એથી પીટા એટલે કે પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (PETA)એ તેને સન્માનિત કરી છે. આ નિર્ણય લેનાર પૂજા ભટ્ટ દેશની પહેલી ડિરેક્ટર બની ગઈ છે. તેના આ ફેંસલાની પ્રશંસા કરતાં પીટાએ તેને લેટર લખ્યો છે. એ લેટરને પૂજાએ ટ્વિટર પર શૅર કર્યો હતો. એ પત્રમાં લખ્યું છે કે ‘ડિયર મિસ ભટ્ટ. ફિશ આઇ નેટવર્ક તરફથી અમને એ વાતની અતિશય ખુશી થઈ છે કે તું દેશની પહેલી એવી ડિરેક્ટર બની ગઈ છે જેણે પોતાની ફિલ્મોમાં પશુઓનો ઉપયોગ ન કરવાનો ફેંસલો લીધો છે. તારો આ સંકલ્પ વિશ્વના અનેક ફિલ્મમેકર્સને પ્રેરણા આપશે અને એથી પશુઓને તકલીફ અને પીડામાંથી બચાવી શકાશે. જાનવરો પ્રતિ તેં દેખાડેલી કરુણા બદલ પીટા ઇન્ડિયાના કમ્પૅશનેટ ફિલ્મ પ્રોડક્શન કંપની અવૉર્ડથી તને નવાજવામાં આવે છે. અભિનંદન.’
આ લેટરને ટ્વિટર પર શૅર કરીને પૂજાએ ટ્વીટ કર્યું હતું, ‘પીટા ઇન્ડિયા તમે આપેલા સન્માનની હું આભારી છું. આ પહેલની શરૂઆત કરતાં અને
મારી ફિલ્મો કે કન્ટેન્ટમાં પશુઓનો ઉપયોગ ન કરવાનો હું સંકલ્પ લઉં છું. જો મારી કોઈ ફિલ્મ કે શોમાં પશુઓની હાજરીની જરૂર પડી તો હું કમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ કરીશ. હું અન્ય ફિલ્મમેકર્સને પણ આ અભિયાનમાં જોડાવાની વિનંતી કરું છું.’


