પ્રાચી હાલમાં ‘મૅડમ સર’માં બિનીનું પાત્ર ભજવી રહી છે.
પ્રાચી બોહરા
પ્રાચી બોહરાનું કહેવું છે કે તેને કંગના રનોટ જેવું હરિયાણવી પાત્ર ભજવવું છે. કંગનાએ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’માં હરિયાણવી પાત્ર ભજવ્યું હતું. પ્રાચી હાલમાં ‘મૅડમ સર’માં બિનીનું પાત્ર ભજવી રહી છે. ‘હું કંગના રનોટથી ખૂબ જ પ્રેરિત થઈ છું. મારે તેના જેવું હરિયાણવી કૅરૅક્ટર ભજવવું છે. મારા માટે આ એક ડ્રીમ પાત્ર છે. મારું બિનીનું પાત્ર ટૉમબૉય જેવું છે. એ કંગનાની જેમ એકદમ રફ ભાષાનો ઉપયોગ કરે છે. મારા શરૂઆતના દિવસમાં મને ઇન્ડસ્ટ્રી વિશે એટલું જ્ઞાન નહોતું. મોટા ભાગનો સમય હું ઑડિશન અને ફેક મીટિંગ્સમાં પસાર કરતી હતી. મેં એક જગ્યાએથી બીજી જગ્યામાં જ દોઢ વર્ષ પસાર કરી દીધું હતું. મને લાગ્યું કે મારે હવે કંઈ કરવું જોઈએ ત્યારે મેં મોટા સ્ટુડિયોમાં જવાનું શરૂ કર્યું. મેં નાના પાત્રથી શરૂઆત કરી અને થોડાં લીડ પાત્રો ભજવ્યા બાદ ‘મૅડમ સર’ની મને ઑફર મળી.’


