ગુરમીત એક ઉત્તમ ઍક્ટર હોવાની સાથે જ માર્શલ આર્ટિસ્ટ પણ છે
ગુરમીત ચૌધરી ફિટનેસને લઈને ખૂબ સજાગ છે
ગુરમીત ચૌધરી ફિટનેસને લઈને ખૂબ સજાગ છે. આ જ કારણ છે કે ફિટનેસ ફ્રીક ગુરમીતે ૧૪ વર્ષથી તેનાં ફેવરિટ સમોસાં નથી ખાધાં. ગુરમીત એક ઉત્તમ ઍક્ટર હોવાની સાથે જ માર્શલ આર્ટિસ્ટ પણ છે. ટેલિવિઝન સિરિયલની સાથે તેણે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ગુરમીતે કૅપ્શન આપી, ‘મને સમોસાં ખૂબ જ પસંદ છે એમ છતાં મેં છેલ્લે ૧૪ વર્ષ પહેલાં સમોસાં ખાધાં હતાં. મારા ફિઝિકને મેઇન્ટેન રાખવા માટે આ ડેડિકેશન ખૂબ જ જરૂરી છે. હું દરરોજ શૂટિંગ કરું છું એમ છતાં હું મારા વર્કઆઉટ અને ડાયટને નથી ભૂલતો. હેલ્થને લઈને ફોકસ્ડ રહો અને કમિટેડ રહો.’

