Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > શાલિનને લઈને ટીના બની પઝેસિવ?

શાલિનને લઈને ટીના બની પઝેસિવ?

25 November, 2022 01:19 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટીના હંમેશાં એક નરેટિવ તૈયાર કરે છે અને એને અન્ય સ્પર્ધકના કામમાં નાખતી રહે છે.

શાલિન ભાનોત અને ટીના દત્તા

શાલિન ભાનોત અને ટીના દત્તા


‘બિગ બૉસ’ની ૧૬મી સીઝનમાં હાલમાં ટીના દત્તા શાલિન ભાનોતથી પઝેસિવ હોય એવું લાગી રહ્યું છે. ગયા વીક-એન્ડમાં સુમ્બુલ તૌકીર પર એવો આરોપ લાગ્યો હતો કે તે શાલિન ભાનોતથી ઑબ્સેસ છે. જોકે બિગ બૉસને જોઈને લાગી રહ્યું છે કે ખરેખર તો ટીના પઝેસિવ હોય એવું લાગી રહ્યું છે. ટીના હંમેશાં એક નરેટિવ તૈયાર કરે છે અને એને અન્ય સ્પર્ધકના કામમાં નાખતી રહે છે. શાલિનનું જૅકેટ સુમ્બુલે લીધું હતું ત્યારથી ટીના એ વાતનો ઇશ્યુ બનાવી રહી છે. ટીના સતત સુમ્બુલ વિશે એક અલગ નરેટિવ બનાવે છે અને એને પ્રોજેક્ટ કરતી રહે છે. ગયા વીક-એન્ડમાં ગૌતમ વીજ બહાર જતાં સૌંદર્યા શર્મા એકલી પડી ગઈ હતી, આથી શાલિન અને સૌંદર્યા ફરી ફ્રેન્ડ બની રહ્યાં છે. જોકે બન્ને એકમેક સાથે ગેમ માટે ફાયદો ઉઠાવી રહ્યાં છે. જોકે બીજી તરફ એ ટીનાને પસંદ નથી પડી રહ્યું અને એ હવે ફરી સૌંદર્યા માટે એક નરેટિવ તૈયારી કરી રહી છે અને એ ઘરમાં લોકોના કાન ભરી રહી છે. ટીના દત્તાની આ હરકત જોઈને લાગે છે કે તે ખરેખર શાલિનને લઈને પઝેસિવ થઈ ગઈ છે. જોકે બિગ બૉસ અને સલમાન ખાન પણ ટીનાની માયાજાળમાં ફસાતા જોવા મળ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2022 01:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK