Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘ખતરોં કે ખિલાડી 13’ને મળી ગયો તેમનો પહેલો સ્પર્ધક

‘ખતરોં કે ખિલાડી 13’ને મળી ગયો તેમનો પહેલો સ્પર્ધક

20 April, 2023 03:18 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિવ ઠાકરે કરશે હવે દિલધડક સ્ટન્ટ્સ

શિવ ઠાકરે

શિવ ઠાકરે


‘ખતરોં કે ખિલાડી 13’માં હવે શિવ ઠાકરે જબરદસ્ત સ્ટન્ટ્સ કરતો દેખાવાનો છે. ‘બિગ બૉસ 16’માં શિવ જોવા મળ્યો હતો. રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરવામાં આવતા આ શોને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. એમાં સામેલ થવા માટે અનેક સેલિબ્રિટીઝનાં નામોની અફવા ફેલાઈ છે. પોતાની એન્ટ્રી વિશે શિવ ઠાકરેએ કહ્યું કે ‘મારા માટે ‘ખતરોં કે ખિલાડી 13’માં સામેલ થવું એ સાહસથી ભરેલો નિર્ણય છે. આ માત્ર આપણા ડરને દૂર કરવા માટે નથી, એનાથી તમને તમારા અંદર રહેલા પાવરનો એહસાસ થાય છે. આ શોમાં જોડાવું મારા માટે કોઈ સપનું પૂરું થવા સમાન છે. મેં મારી લાઇફમાં અનેક પ્રકારના ડર પર કાબૂ મેળવી લીધો છે અને હવે ઍક્શન ગુરુ રોહિત શેટ્ટીના માર્ગદર્શનમાં ખતરાઓનો સામનો કરવા માટે ખૂબ ઉત્સુક છું. ‘બિગ બૉસ’ બાદ આ શો મારા લિસ્ટમાં હતો. મારું માનવું છે કે બાપ્પાએ મારી ઇચ્છા પૂરી કરી લીધી છે. લાઇફમાં એક વખત મળનારી આ તક છે. હું માનસિક અને શારીરિક શક્તિનું પરીક્ષણ કરવા માટે તૈયાર છું.’


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2023 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK