Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘ખતરોં કે ખિલાડી 13’ની મોટી રકમની ઑફર ઠુકરાવી અધ્યયન સુમને

‘ખતરોં કે ખિલાડી 13’ની મોટી રકમની ઑફર ઠુકરાવી અધ્યયન સુમને

16 April, 2023 04:38 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શેખર સુમનના દીકરા અધ્યયન સુમને ‘ખતરોં કે ખિલાડી 13’ની ઑફરને ઠુકરાવી દીધી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


શેખર સુમનના દીકરા અધ્યયન સુમને ‘ખતરોં કે ખિલાડી 13’ની ઑફરને ઠુકરાવી દીધી છે. એવું જાણવા મળ્યું છે કે તેને ડિજિટલ પ્લૅટફૉર્મ પરથી કોઈ શોની ઑફર કરાઈ છે અને આ જ કારણ છે કે તેણે આ સ્ટન્ટ્સથી ભરેલા રિયલિટી શોમાં આવવાની ના પાડી દીધી છે. રોહિત શેટ્ટી આ શોને હૉસ્ટ કરે છે. આ શોમાં સામેલ થનારા અનેક સ્પર્ધકોના નામની ચર્ચાઓ છાશવારે થાય છે. આ શોને ના પાડી હોવાનું જણાવતાં અધ્યયન સુમને કહ્યું કે ‘મને ભારે રકમ ઑફર કરવામાં આવી હતી. અત્યાર સુધીની સીઝનમાં ઍક્ટર્સને અપાયેલી રકમમાંથી મને સૌથી વધુ રકમની ઑફર કરવામાં આવી હતી. રોહિતસર સાથે કામ કરવાનું હું ચૂકી ગયો. આશા છે કે આવતા વર્ષે મને તેમની સાથે કામ કરવાની તક મળે.’


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2023 04:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK