અગાઉ તે ‘બિગ બૉસ OTT’ને હોસ્ટ કરતો જોવા મળ્યો હતો. જોકે આ વખતે સલમાન ‘વીક-એન્ડ કા વાર’માં કેમ નથી જોવા મળવાનો એનું ચોક્કસ કારણ નથી જાણવા મળ્યું
કારણ જોહર
કલર્સ પર આવતા ‘બિગ બૉસ 17’ની પૉપ્યુલારિટી ખૂબ છે. ‘વીક-એન્ડ કા વાર’માં સલમાન ખાનને જોવા માટે તેના ફૅન્સ પણ ઉત્સુક હોય છે. આ શોને હોસ્ટ કરતાં સલમાન હાઉસમેટનો ક્લાસ પણ લગાવે છે અને તેમના વર્તનમાં સુધારો કરવાની પણ સલાહ આપે છે. જોકે આ અઠવાડિયે ‘વીક-એન્ડ કા વાર’માં સલમાનને બદલે કરણ જોહર જોવા મળે એવી શક્યતા છે. આ અઠવાડિયે બિગ બૉસના હાઉસમાં ખૂબ ધમાચકડી મચી હતી. હવે આ વીક-એન્ડમાં કરણ જોહર તેના અંદાજમાં સ્પર્ધકો સાથે વાતચીત કરતો જોવા મળશે. અગાઉ તે ‘બિગ બૉસ OTT’ને હોસ્ટ કરતો જોવા મળ્યો હતો. જોકે આ વખતે સલમાન ‘વીક-એન્ડ કા વાર’માં કેમ નથી જોવા મળવાનો એનું ચોક્કસ કારણ નથી જાણવા મળ્યું, પરંતુ તે શૂટિંગમાં વ્યસ્ત હોવાથી નહીં આવી શક્યો હોય એવું બની શકે છે.


