કુમકુમ ભાગ્ય કે કુંડલી ભાગ્ય?
શ્રુતિ ઝા
૧૫૦૦થી વધુ એપિસોડ પછી પણ અડીખમ ચાલી રહેલી ‘કુમકુમ ભાગ્ય’ અને ઝી ટીવીની જ ‘કુંડલી ભાગ્ય’ વચ્ચે ટીઆરપી માટે કટ્ટર હરીફાઈ ચાલતી હોય છે. આ હરીફાઈ વચ્ચે આર્ટિસ્ટની હાલત શું થતી હશે એવું જો તમે ધારતા હો તો આ ધારણા ખોટી છે. કારણ કે ‘કુમકુમ ભાગ્ય’ની લીડ ઍક્ટ્રેસ શ્રુતિ ઝા કહે છે કે અમારે માટે શો જ મહત્ત્વનો છે. અમે ક્યારેય ટીઆરપી સામે જોતા પણ નથી.
આ બન્ને ભાગ્યશાળી સિરિયલના આર્ટિસ્ટ હમણાં જ ઝી ટીવીના ‘રિશ્તે’ અવૉર્ડની એક પાર્ટીમાં મળ્યા ત્યારે કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું કે આમની સિરિયલ વચ્ચે ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે. શ્રુતિ ઝાએ કહ્યું, ‘આર્ટિસ્ટ પોતાનું બેસ્ટ આપવામાં માને છે, તેમને ટીઆરપી સાથે કોઈ નિસબત નથી હોતી.’