હંગામા પ્લેની સિરીઝ ડેમેજ્ડ 2માં શું છે?
ઓટીટી પ્લૅટફૉર્મ હંગામા પ્લેની પહેલી ઓરિજિનલ સિરીઝ ‘ડેમેજ્ડ’ 2018માં રિલીઝ થઈ હતી જેમાં અમૃતા ખાનવિલકર લીડ ઍક્ટર હતી. અમૃતાએ આ શોમાં સિરિયલ કિલરનો રોલ કર્યો હતો અને તેના દમદાર અભિનયનાં વખાણ થયાં હતાં. તાજેતરમાં તેનો બીજો ભાગ ‘ડેમેજ્ડ 2’ રિલીઝ થયો છે જેમાં ટીવી અભિનેત્રી અને ‘બિગ બૉસ’ સીઝન ૧૧ની વિનર હિના ખાન તથા બૉલીવુડ અભિનેતા અધ્યયન સુમન લીડ રોલમાં છે.
પહેલા ભાગની જેમ જ ‘ડેમેજ્ડ 2’ એક સાઇકોલૉજિકલ ડ્રામા છે જેમાં પણ લીડ રોલમાં સ્ત્રીપાત્ર છે. એકાંત બબાની નિર્દેશિત આ શોથી હિના ખાને ડિજિટલ ડેબ્યુ કર્યું છે. ગૌરી બત્રા (હિના ખાન) અને આકાશ બત્રા (અધ્યયન સુમન) હોમ-સ્ટે ચલાવે છે અને તેમના ઘરમાં રહેવા આવેલી નાની છોકરી અચાનક ગાયબ થઈ જાય છે. એ પછી ઘરમાં અજીબોગરીબ અવાજ આવવા માંડે છે અને વિચિત્ર ઘટનાઓ બને છે. ગૌરી અને આકાશનું શું રહસ્ય છે એની વાત ‘ડેમેજ્ડ 2’માં કરવામાં આવી છે.