Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Love Again: પ્રિયંકા ચોપડાની હૉલિવૂડ ફિલ્મનું ટ્રેલર રિલીઝ, નિક પણ છે કનેક્ટેડ

Love Again: પ્રિયંકા ચોપડાની હૉલિવૂડ ફિલ્મનું ટ્રેલર રિલીઝ, નિક પણ છે કનેક્ટેડ

15 February, 2023 02:58 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રિયંકા ચોપડાની મોસ્ટ અવેઈટેડ હૉલિવૂડ ફિલ્મ `લવ અગેન`નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર ખૂબ જ શાનદાર છે. તો હવે ચાહકો આ ફિલ્મના રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

પ્રિયંકા ચોપરા તસવીર સૌજન્ય મિડ-ડે

પ્રિયંકા ચોપરા તસવીર સૌજન્ય મિડ-ડે


ગ્લબોલ આઇકન પ્રિયંકા ચોપડાની (Priyanka Chopra) મોસ્ટ અવેઇટેડ રોમાન્ટિક-કૉમેડી `લવ અગેન`નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલ પ્રમાણે ફિલ્મ ખૂબ જ ઈમોશનલ લાગી રહી છે. સેમ હ્યૂગન સ્ટારર `લવ અગેન` પ્રિયંકા ચોપડાની આસપાસ વણાયેલી છે જે પોતાના પ્રેમને ખોઈ ચૂકી છે. રસપ્રદ વાત એ છે કે પ્રિયંકાના રિયલ લાઈફ હસબન્ડ સિંગર-એક્ટર નિક જોનાસ પણ આ ફિલ્મમાં કેમિયો રોલમાં જોવા મળે છે.

ભાવુક કરશે લવ અગેનનું ટ્રેલર
ટ્રેલરની શરૂઆત મીરાનો રોલ પ્લે કરતી પ્રિયંકાની ઝલક સાથે હોય છે જે પોતાના બૉયફ્રેન્ડના મૃત્યુ બાદ પોતાની લાઈફ સાથે આગળ વધવા સ્ટ્રગલ કરી રહી છે. તે જૂના ફોન નંબર પર મેસેજ મોકલ્યા કરે છે જેને હવે સેમ ઉર્ફે રૉબ બર્ન્સ વાપરી રહ્યો છે. રોબ એક જર્નાલિસ્ટ છે જે મીરાના પ્રામાણિક અને હાર્ટબ્રોકન મેસેજથી અટ્રેક્ટ થઈ જાય છે અને તેને ક્યાંક ને ક્યાંક અંદરખાને મીરા સાથે પ્રેમ થઈ જાય છે, આ દરમિાન રોબને સિંગર સેલીન ડાયોન વિશે એક આર્ટિકલ લખવાનું કામ સોંપવામાં આવ્યું છે અને તે રોબને મીરાને શોધવામાં મદદ કરે છે. રોબ અને મીરા એક ઓપેરા નાઈટમાં મળે છે પણ, રોબ આ વાત માટે સ્ટ્રગલ કરે છે કે તે મીરા સાથે પ્રેમમાં પડવા વિશે કેવી રીતે સ્વીકારે.




આ પણ વાંચો : ફિલ્મમાં ઓમના નિશાન પર લાત મારતા થયો વિવાદ, શ્રેયસ તલપડેએ કરી સ્પષ્ટતા,માગી માફી

ક્યારે રિલીઝ થશે `લવ અગેન`
લવ અગેનની સ્ટોરી એવી છે કે, "શું થશે જો રેંડમ ટેક્સ્ટ મેસેજ તમારી લાઇફના પ્રેમનું કારણ બને?" `લવ અગેન`નું ડિરેક્શન જિમ સ્ટ્રૉસે કર્યું છે. આ ફિ્મ 12 મે 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. કરોલિન હર્ફર્થ દ્વારા 2016ની જર્મન ફિલ્મ એસએમએસ ફર ડિચ પર બેઝ્ડ આ ફિલ્મનું ટાઈટલ પહેલા ટેક્સ્ટ ફૉર યૂ એન્ડ ઈટ્સ ઑલ કમિંગ બેક ટૂ મી હતું. ફિલ્મ Screen Gemsએ પ્રૉડ્યૂસ કરી છે અને Sony Picturesએ ડિસ્ટ્રિબ્યૂટ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2023 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK