Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આખરે પ્રિયંકા ચોપડા જોનાસે દીકરી માલતી મૈરીની કરી ‘મુઁહ દિખાઇ’

આખરે પ્રિયંકા ચોપડા જોનાસે દીકરી માલતી મૈરીની કરી ‘મુઁહ દિખાઇ’

31 January, 2023 04:11 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો વીડિયો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


બોલિવૂડ (Bollywood)થી માંડીને હોલિવૂડ (Hollywood) સુધી પોતાની આગવી ઓળખ બનાવી ચૂકેલી ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ (Priyanka Chopra Jonas) ઘણીવાર તેની પુત્રી માલતી મૈરી (Malti Marie)નો ચહેરો છુપાવતી જોવા મળે છે. પણ આખરે અભિનેત્રીએ પુત્રીનો ચહેરો દેખાડી દીધો છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં માલતી મૈરીનો ચહેરો દેખાઈ રહ્યો છે. જોકે, એ ખબર નથી કે અભિનેત્રીએ સત્તાવાર રીતે ચાહકોને પુત્રીનો ચહેરો બતાવ્યો છે કે વીડિયોમાં ભૂલથી ચહેરો દેખાડવામાં આવ્યો છે. આ દરમિયાન અભિનેત્રીની પુત્રીનો ફોટો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો - મેડિકલ કૉમ્પ્લીકેશન્સને કારણે સરોગસી કરાવી હતી પ્રિયંકાએ



અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ તાજેતરમાં લોસ એન્જલસ (Los Angeles)માં એક ઇવેન્ટમાં ગઈ હતી. જ્યાં તેના પતિ નિક જોનાસ (Nick Jonas)એ ભાઈ કેવિન અને જો જોનાસ (Joe Jonas) સાથે ‘હોલીવૂડ વૉક ઑફ ફૅમ સ્ટાર’નું અનાવરણ કર્યું હતું. આ ઈવેન્ટના અભિનેત્રી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં, જોનાસ બ્રધર્સ સ્ટેજ પર પગ મૂકતા જોવા મળે છે. જ્યારે પ્રિયંકા પુત્રી માલતી મૈરી સાથે પ્રથમ હરોળમાં બેઠેલી જોવા મળે છે અને નિક માટે ચીયર કરતી જોવા મળે છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)


આ વીડિયોમાં માલતી મૈરીનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અભિનેત્રી અને તેની પુત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જોકે એ સ્પષ્ટ નથી થયું કે અભિનેત્રીએ આ વીડિયો અજાણતા શેર કર્યો છે કે પછી ખરેખર દીકરીની ‘મુઁહ દિખાઇ’ કરી છે. પરંતુ સોશિયલ મીડિયા પર ફૅન્સની જબરદસ્ત પ્રતિક્રિયા જોવા મળી રહી છે. તેઓ માલતી મૈરીની તસવીરો જોઈને ખુશ થઈ ગયા છે.

આ પણ વાંચો - હસબન્ડ મને ઇન્સિક્યૉરિટીમાંથી બહાર આવવામાં મદદ કરે છે : પ્રિયંકા ચોપડા જોનસ

તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે વર્ષ ૨૦૧૮માં પહેલી અને બીજી ડિસેમ્બરના રોજ ક્રિશ્ચિયન અને હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. પછી ગયા વર્ષે સરોગસી દ્વારા પુત્રીના જન્મના સમાચાર ફૅન્સ સાથે શૅર કર્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

31 January, 2023 04:11 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK