કોઈકના જીવનમાં લાંબા સમય સુધી કોરાણે મૂકી દીધેલાં સપનાં છે. જેમ-જેમ સફર આગળ વધે છે તેમ-તેમ આ મહિલાઓનો બૉન્ડ સ્ટ્રૉન્ગ થતો જાય છે.
ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’
થિયેટરોમાં ધૂમ મચાવ્યા પછી ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’ હવે શેમારૂમી પર આવી ગઈ છે. મિત્રતા અને મુક્તિને ઊજવતી તથા સ્વને શોધવાની સફર પર લઈ જતી આ ફિલ્મ હળવીફૂલ હોવાની સાથે મીનિંગફુલ અને પ્રેરક પણ છે.
અભિષેક શાહ દ્વારા દિગ્દર્શિત ‘ઉંબરો’માં એક નવી ટ્રાવેલ-કંપનીની UKની સૌપ્રથમ અને એ પણ ઑલ-વિમેન ટૂરમાં જોડાતી સાત મહિલાઓની વાત છે. આ મહિલાઓ વચ્ચે કંઈ પણ કૉમન નથી. કોઈક એકદમ શાંત છે, કોઈકના પૂર્વગ્રહો છે, કોઈક આ ટૂરમાં રૂટીન લાઇફમાંથી બ્રેક લેવા જોડાઈ છે. પણ જેમ-જેમ તેઓ સાથે ટ્રાવેલ કરે છે તેમ-તેમ તેમના વચ્ચેની દીવાલો ઓગળવા લાગે છે, સંવાદો વધવા લાગે છે, મિત્રતા બંધાવા લાગે છે. દરેક મહિલાની પોતાની એક સ્ટોરી છે - કોઈકના જીવનમાં દબાયેલું દર્દ છે, કોઈકના જીવનમાં લાંબા સમય સુધી કોરાણે મૂકી દીધેલાં સપનાં છે. જેમ-જેમ સફર આગળ વધે છે તેમ-તેમ આ મહિલાઓનો બૉન્ડ સ્ટ્રૉન્ગ થતો જાય છે.
ADVERTISEMENT
‘ઉંબરો’માં વંદના પાઠક, કાજલ ઓઝા વૈદ્ય, સુચિતા ત્રિવેદી, દીક્ષા જોશી, તર્જની ભાડલા, તેજલ પંચાસરા, વિનીતા જોશી મુખ્ય ભૂમિકાઓમાં છે.

