Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મલ્હાર ઠાકરની નવી ફિલ્મ 'સાહેબ'નું ટીઝર રિલીઝ

મલ્હાર ઠાકરની નવી ફિલ્મ 'સાહેબ'નું ટીઝર રિલીઝ

31 December, 2018 08:30 PM IST |

મલ્હાર ઠાકરની નવી ફિલ્મ 'સાહેબ'નું ટીઝર રિલીઝ

મલ્હારની અપકમિંગ ફિલ્મ સાહેબનું એક દ્રશ્ય

મલ્હારની અપકમિંગ ફિલ્મ સાહેબનું એક દ્રશ્ય


ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરની અપકમિંગ મૂવી સાહેબનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યુ છે. શું થયું અને શરતો લાગુ જેવી હિટ ફિલ્મો બાદ મલ્હાર ઠાકરની બેક ટુ બેક ફિલ્મો આવી રહી છે. જો કે કેટલાક દિવસો પહેલા રિલીઝ થયેલી મિડનાઈટ વીથ મેનકા દર્શકોને ખાસ પસંદ નથી આવી. જો કે તેમ છતાંય મલ્હાર ઠાકરની ફેન ફોલોઈંગમાં ખાસ ફરક આવ્યો નથી.

મલ્હાર ઠાકરની અપકમિંગ ફિલ્મ સાહેબ એક સ્ટુડન્ટના લીડર બનવાની વાત છે. ફિલ્મના ટીઝરમાં સ્ટુડન્ટ્સનું આંદોલન  બતાવાયું છે. ફિલ્મના ટીઝરમાં ડાયલોગ પણ દમદાર છે. ફિલ્મને શૈલૈષ પ્રજાપતિએ ડિરેક્ટ કરી છે. તો ફિલ્મને સાગર શાહ, આશિ પટેલ અને મલ્હાર ઠાકરે પોતે જ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં મલ્હાર ઠાકરની સાથે ફરી એકવાર કિંજલ રાજપ્રિયા દેખાશે. નીચે ક્લિક કરીને જુઓ ટીઝર.




આ વર્ષે મલ્હાર ઠાકરની શું થયું અને શરતો લાગુ બંને ફિલ્મો હિટ સાબિત થઈ ચૂકી છે. તો સાહેબમાં શું થયું બાદ મલ્હાર ઠાકર અને કિંજલ રાજપ્રિયા ફરી એકવાર સાથે દેખાઈ રહ્યા છે. તો અર્ચન ત્રિવેદી વિલનના કિરદારમાં દેખાશે. ફિલ્મનું ટીઝર જોયા બાદ દર્શકોમાં ઉત્સુક્તા વધી રહી છે.


આ પણ વાંચોઃ સ્ટેજ સિવાય આવો હોય છે ગીતા રબારીનો અંદાજ, જુઓ ફોટોઝ


Whatsapp-channel Whatsapp-channel

31 December, 2018 08:30 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK