Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘કચ્છ એક્સપ્રેસ’ જેવી ફિલ્મ ભાગ્યે જ કોઈને મળતી હોય છે : રત્ના પાઠક શાહ

‘કચ્છ એક્સપ્રેસ’ જેવી ફિલ્મ ભાગ્યે જ કોઈને મળતી હોય છે : રત્ના પાઠક શાહ

06 January, 2023 05:10 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ દ્વારા રત્ના પાઠક શાહ ગુજરાતી ફિલ્મમાં તેનો ડેબ્યુ કરી રહી છે

‘કચ્છ એક્સપ્રેસ’ જેવી ફિલ્મ ભાગ્યે જ કોઈને મળતી હોય છે : રત્ના પાઠક શાહ

‘કચ્છ એક્સપ્રેસ’ જેવી ફિલ્મ ભાગ્યે જ કોઈને મળતી હોય છે : રત્ના પાઠક શાહ


રત્ના પાઠક શાહનું કહેવું છે કે ‘કચ્છ એક્સપ્રેસ’ ભાગ્યે જ કોઈને મળતી ફિલ્મ છે. આજે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મને પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મને વિરલ શાહ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે જેમાં રત્ના પાઠક શાહની સાથે માનસી, દર્શિલ સફરી, ધર્મેન્દ્ર ગોહિલ અને વિરાફ પટેલે પણ કામ કર્યું છે. આ ફિલ્મ દ્વારા રત્ના પાઠક શાહ ગુજરાતી ફિલ્મમાં તેનો ડેબ્યુ કરી રહી છે. આ વિશે રત્ના પાઠક શાહે કહ્યું હતું કે ‘મને ઘણા સમયથી ગુજરાતી ફિલ્મ કરવી હતી. જોકે મારી સાથે બંધ બેસે એવા પ્રોજેક્ટની હું શોધમાં હતી. મને જ્યારે ‘કચ્છ એક્સપ્રેસ’ ઑફર કરવામાં આવી ત્યારે એમાં એ દરેક વસ્તુ હતી જે હું ફિલ્મમાં ઇચ્છતી હોઉં છું. આ ફિલ્મની સ્ક્રિપ્ટની સાથે ટીમ પણ ખૂબ જ સારી હતી. આ એક એવી ફિલ્મ છે જે એક પૉઇન્ટ પર ચર્ચા કરે છે. આ કોઈ સેન્ટિમેન્ટલ કે રીગ્રેસિવ ફિલ્મ નથી. આવી ફિલ્મ ભાગ્યે જ કોઈને મળતી હોય છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2023 05:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK