Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > `Welcome Purnima`નું મોશન પોસ્ટર થયું રિલીઝ, હિતેન કુમારની આ ફિલ્મ કરશે અચંબિત

`Welcome Purnima`નું મોશન પોસ્ટર થયું રિલીઝ, હિતેન કુમારની આ ફિલ્મ કરશે અચંબિત

11 April, 2023 06:02 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હિતેન કુમાર હવે પોતાની આગામી ફિલ્મ `વેલકમ પૂર્ણિમા` દ્વારા ચાહકોમાં પોતાનો એક આગવો પ્રભાવ પાડવા માટે તૈયાર છે. હિતેન કુમારે ફિલ્મનું મોશન પોસ્ટ સોશિયલ મીડિયા પર શૅર કર્યું છે.

હિતેન કુમાર (ફાઈલ તસવીર)

હિતેન કુમાર (ફાઈલ તસવીર)


ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર હિતેન કુમાર છેલ્લે કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ `વશ`માં પોતાની ખલનાયકની ભૂમિકાથી દર્શકોમાં લોકપ્રિય બન્યા હતા. તેઓ હવે પોતાની આગામી ફિલ્મ `વેલકમ પૂર્ણિમા` દ્વારા ચાહકોમાં પોતાનો એક આગવો પ્રભાવ પાડવા માટે તૈયાર છે. હિતેન કુમારે ફિલ્મનું મોશન પોસ્ટ સોશિયલ મીડિયા પર શૅર કર્યું છે.

આ પોસ્ટર વીડિયોની શરૂઆત સ્પુકી બેકગ્રાઉન્ડ મ્યૂઝિક દ્વારા થાય છે. જેમાં પૂર્ણ ચંદ્ર જે પૂર્ણિમાનું પ્રતીક ગણાય છે તેની સામે એક વૃક્ષ પાસે ઊભેલા માણસને બતાવે છે. આ માણસનું મોં ચંદ્ર તરફ છે અને કેમેરા તરફ પીઠ દેખાય છે. ડાર્ક થીમમાં બનાવાયેલ આ પોસ્ટર દ્વારા ડર અને ઉત્સુકતા બન્ને ભાવ એકસાથે અનુભવાય છે.



આ ફિલ્મનું દિગ્દર્શન ઋષિલ જોશી દ્વાર કરવામાં આવ્યું છે, ફિલ્મમાં મલ્ટી સ્ટાર કાસ્ટ કરવામાં આવી છે જેમાં હેમ સેવક, માનસી રાચ્છ, હીના જયકિશન, `બિંદા રાવલ, મૌલિક ચૌહાણ, ચેતન ધાનાણી અને અન્યોનો સમાવેશ થાય છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Maulik Chauhan (@themaulikchauhan)


આ પણ વાંચો : Vash Review: અનપ્રેડિક્ટેબલ અંત સાથે, સસ્પેન્સ થ્રિલરનો આનંદ આપતી ફિલ્મ 

`વેલકમ પૂર્ણિમા` માટે વાર્તા, સ્ક્રિપ્ટ અને સંવાદ ચેતન દૈયાએ લખ્યા છે, જેઓ તાજેતરમાં `કર્મ`, અને `બાગડબિલા` જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. 

Whatsapp-channel Whatsapp-channel

11 April, 2023 06:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK