કાચિંડોની સીક્વલ વેનિસમાં શૂટ કરવામાં આવશે
ગુજરાતી ફિલ્મ ‘કાચિંડો’ હજી રિલીઝ નથી થઈ ત્યાં એની બીજી ફિલ્મની પણ તૈયારી શરૂ થઈ ગઈ છે. ‘કાચિંડો’ એક સસ્પેન્સ-ડ્રામા ફિલ્મ છે જેનું શૂટિંગ પૅરિસમાં કરવામાં આવ્યું છે. પૅરિસમાં શૂટિંગ કરવામાં આવેલી આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. આવતી કાલે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં રાજ જટાણિયા, છાયા વોરા, અપરા મેહતા, ભાવિની ગાંધી, ગ્રીવા કંસારા, મોહસિન શેખ, બાબુલ ભાવસાર, હિતેશ સંપત અને કૃપા મહેતાએ કામ કર્યું છે. આ ફિલ્મને પ્રોડ્યુસ અને કો-ડિરેક્ટ ઉર્વીશ પરીખે કરી છે. ઉર્વીશ પરીખે આ ફિલ્મમાં નાનકડું પાત્ર પણ ભજવ્યું છે. આ ફિલ્મની સીક્વલ વિશે સૂત્રે કહ્યું હતું કે ‘આ ફિલ્મ હજી રિલીઝ થવાની બાકી છે, પરંતુ એના બીજા પાર્ટ પર કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ વેનિસમાં કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ધ્યાની જાનીઃ જાણો ગુજરાતની આ સૌથી નાની ક્યૂટ યુટ્યુબરની અજાણી વાતો
ADVERTISEMENT
ફિલ્મમાં આ ઍક્ટર્સની સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ઍક્ટર્સને પસંદ કરવાની પણ ચર્ચા ચાલી રહી છે. આ એક સસ્પેન્સ-રિવેન્જ-ડ્રામા ફિલ્મ હશે.’