Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભવન્સ લૉકડાઉન 2020: ડિજીટલ ઇન્ટરનેશલ ગુજરાતી નાટ્ય સ્પર્ધાનું આયોજન

ભવન્સ લૉકડાઉન 2020: ડિજીટલ ઇન્ટરનેશલ ગુજરાતી નાટ્ય સ્પર્ધાનું આયોજન

14 May, 2020 12:55 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

ભવન્સ લૉકડાઉન 2020: ડિજીટલ ઇન્ટરનેશલ ગુજરાતી નાટ્ય સ્પર્ધાનું આયોજન

 પરફોર્મન્સ મોકલવાની છેલ્લી તારીખ છે 31 મે, સાંજે 7.30 સુધીમાં અને તે યુ ટ્યુબ પર અપલોડ કરવાની રહેશે તથા મેઇલ કરવાની રહેશે.

પરફોર્મન્સ મોકલવાની છેલ્લી તારીખ છે 31 મે, સાંજે 7.30 સુધીમાં અને તે યુ ટ્યુબ પર અપલોડ કરવાની રહેશે તથા મેઇલ કરવાની રહેશે.


વિશ્વ આખું "કોરોના" ના સકંજામાં સપડાયેલું છે અને બધું બંધ છે ત્યારે  તાળાબંધીમાં કલાકારો, કવિઓ, સંગીતકારો,  ગાયકો કોઈક ને કોઈક રીતે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, કે યુ ટ્યુબ  ની મદદથી પોતાની કલા  લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કરે છે જેમાં તેમને થોડીઘણી સફળતાઓ પણ મળે છે. આવા સમયે ભવન કલા કેન્દ્રએ આપણા શ્રષ્ઠ સાહિત્યકારો નો ભેટો યુવાન ગુજરાતી કલાકારો સાથે કરાવવા માટે એક ડિજીટલ સ્પર્ધાનું આયોજન કર્યું છે.

આ સ્પર્ધામાં અહીં જણાવેલા સાહિત્યકારોમાંથી કોઇપણ એકની કૃતિ પસંદ કરી તેને આધારિત સર્જન કરવાનું છે. નાટ્યાત્મક સર્જનમાં પરફોર્મરનો અવાજ, ક્લેરીટી,આરોહ અવરોહ,વ્યાકરણ, ભાષા શુદ્ધિ , સ્ક્રિપ્ટ - લખાણ અને સમગ્ર રજુઆતને ધ્યાનમાં રાખવામાં આવશે. તમે આમાંથી કોઇપણ સાહિત્યકારની કૃતિ પસંદ કરી શકો છો. અજય ઓઝા, ભગવતીકુમાર શર્મા, બિંદુ ભટ્ટ, ચંદ્રકાન્ત બક્ષી, ચુનીલાલ મડિયા.ચં. ચી મેહતા, દર્શક, ધ્રુવ ભટ્ટ,ધૂમકેતુ, હિમાંશી શેલત,ઈશ્વર પેટલીકર, જયંત ખત્રી, જોસેફ મેકવાન, કેતન મુન્શી, ક. મા. મુન્શી, કુન્દનિકા કાપડિયા, પન્નાલાલ પટેલ, રમણલાલ વસંતલાલ દેસાઈ રામનારાયણ વિશ્વનાથ પાઠક, સારંગ બારોટ, સુન્દરમ, સુરેશ જોશી, ઉમાશંકર જોશી, વર્ષ અડલજા, વિઠ્ઠલ પંડ્યા, અને ઝવેરચંદ મેઘાણી.



કલાકારોએ આ સાહિત્યકારોમાંથી કોઇની પણ રચના આધારીત બે પાત્રી, એક પાત્રી અભિનય કે સ્કિટ તૈયાર કરીને વીડિયો શૂટ કરવાનો રહેશે, વીડિયોની અવધી 7થી  15 મિનિટ સુધીની હોઇ શકે. કોશ્ચ્યુમ,મેકઅપ, પ્રોપર્ટી, કે લાઇટ્સ ફરજિયાત નથી અને ઘરમાં ઉપલબ્ધ ચીજોનો જ જરૂર પડે તો ઉપયોગ કરવો. આ અંગે કોઇ માર્ક્સ નથી વળી વિડીયો એડિટ કરેલો નહીં પણ સિંગલ શોટ પરફોર્મન્સ હોવો જોઇએ. પાર્શ્વ સંગીત ઉમેરી શકાશે પણ તેનાં કોઇ માર્ક નથી. પરફોર્મન્સ મોકલવાની છેલ્લી તારીખ છે 31 મે, સાંજે 7.30 સુધીમાં અને તે યુ ટ્યુબ પર અપલોડ કરવાની રહેશે તથા મેઇલ કરવાની રહેશે. આ ઇમેલ એડ્રેસ પર તે મોકલવી - bhavanskalakendra@gmail.com 


સ્વાભાવિક છે કલાકારે પોતાનું નામ, કોન્ટેક્ટ નંબર, દિગ્દર્શક, લેખક, પુસ્તક, પ્રકરણ અથવા પાના નંબર થતા ટૂંકી વાર્તાનું શિર્ષક ઇમેઇલની વિગતોમાં આપવાનું રહેશે. આ આયોજન ગુજરાતી થિએટરની પ્રતિભા દિલીપ રાવલ, વિરલ રાચ્છ તથા પ્રિતેશ સોઢા તથા ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર (મુંબઈ)નાં સંયુક્ત ઉપક્રમે આયોજિત કરાયું છે.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2020 12:55 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK