Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કઈ બે ધુરંધર ઍક્ટ્રેસને સ્ક્રીન પર લાવવામાં ‘હલકી ફુલકી’ નિમિત્ત બની?

કઈ બે ધુરંધર ઍક્ટ્રેસને સ્ક્રીન પર લાવવામાં ‘હલકી ફુલકી’ નિમિત્ત બની?

15 December, 2021 04:03 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નેહા મહેતા અને આનંદી ત્રિપાઠી. ટીવી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ બન્ને ઍક્ટ્રેસને ફરીથી ઑડિયન્સ સામે લાવવાનો પૂરેપૂરો જશ ડિરેક્ટર જયંત ગિલાટરને જાય છે

નેહા મહેતા અને આનંદી ત્રિપાઠી. ટીવી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ બન્ને ઍક્ટ્રેસને ફરીથી ઑડિયન્સ સામે લાવવાનો પૂરેપૂરો જશ ડિરેક્ટર જયંત ગિલાટરને જાય છે

નેહા મહેતા અને આનંદી ત્રિપાઠી. ટીવી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ બન્ને ઍક્ટ્રેસને ફરીથી ઑડિયન્સ સામે લાવવાનો પૂરેપૂરો જશ ડિરેક્ટર જયંત ગિલાટરને જાય છે


સોશ્યલ મીડિયા પર દેકારો મચાવી દેનારી પ્રોડ્યુસર શત્રુઘ્નસિંહ સોલંકી અને ડિરેક્ટર-પ્રોડ્યુસર જયંત ગિલાટરની શુક્રવારે રિલીઝ થતી ફિલ્મ ‘હલકી ફુલકી’ અનેક રીતે માઇલસ્ટોન પુરવાર થઈ છે પણ એ માઇલસ્ટોનમાં જો કોઈ મહત્ત્વનો માઇલસ્ટોન હોય તો એ છે નેહા મહેતા અને આનંદી ત્રિપાઠીને ફરીથી સ્ક્રીન પર લાવવાનો. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં અજંલિભાભી તરીકે એક દશક સુધી ઑડિયન્સનું દિલ જીત્યા પછી કશુંક નવું કરવાના ઇરાદે શો છોડી દેનારી અંજલિ મહેતાને સાઇન કરવા માટે ગુજરાતી જ નહીં, હિન્દી ફિલ્મોના પણ અનેક ડિરેક્ટરોની લાઇન લાગી હતી અને એ બધા વચ્ચે જયંતભાઈએ તેને ‘હલકી ફુલકી’ માટે તૈયાર કરી. એવું જ ગુજરાતી ફિલ્મોની સુપરસ્ટાર આનંદી ત્રિપાઠી સાથે બન્યું છે.
‘હાલો માનવીયુંના મેળે’, ‘મૈયરમાં મનડું નથી લાગતું’, ‘તોરણ બાંધવો હો રાજ’ જેવી અનેક સુપરહિટ ગુજરાતી ફિલ્મોની સ્ટાર આનંદી ત્રિપાઠી એકધારા બીબાઢાળ રોલ કરીને કંટાળી હતી, તેને કંઈક નવું અને નોખું કરવું હતું. જાણીતા ફિલ્મ ડિરેક્ટર જિતેન પુરોહિતે જયંત ગિલાટરની આનંદી સાથે મીટિંગ કરાવી, જયંતભાઈએ સ્ટૉરી નરૅટ કરી અને આનંદીને સ્ટોરી બહુ ગમી, તેણે હા પાડી અને આમ ટીવી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બે ધુરંધર ઍક્ટ્રેસ એકસાથે પ્રોજેક્ટમાં જોડાઈ. જયંતભાઈ કહે છે, ‘બે જ નહીં, અમારી ફિલ્મમાં કુલ નવ ઍક્ટ્રેસ છે અને બાકીની સાત ઍક્ટ્રેસ પણ પોતપોતાની જગ્યાએ લૅન્ડમાર્ક કામ કરી ચૂકી છે. બધાને ખબર હતી કે ફિલ્મ ફીમેલ ઓરિએન્ટેડ છે અને તેમના ભાગે લિમિટેડ કામ આવી શકે છે પણ એમ છતાં બધા કામ કરવા માટે તૈયાર થયા, જેનું કારણ છે ફિલ્મની સ્ટોરી. રોલની લેન્ગ્થ નહીં, રોલની ડેપ્થ સમજે એ સાચો કલાકાર અને ‘હલકી ફુલકી’માં અમને એનો બરાબર અનુભવ થયો.’
નેહા મહેતા અને આનંદી ત્રિપાઠી ઉપરાંત ‘હલકી ફુલકી’માં ભાવિની ગાંધી, દિશા ઉપાધ્યાય-સાવલા, સાત્વી ચોકસી, રચના પકાઈ, પૂર્વી દેસાઈ, માનસી જોષી અને જયકા યાજ્ઞિક પણ જોવા મળશે. ફિલ્મના પ્રોડ્યુસર શત્રુઘ્નસિંહ સોલંકી કહે છે, ‘આ અમારું પહેલું પ્રોડક્શન છે. અમારે એવી ફિલ્મથી શરૂઆત કરવી હતી જેનો ઉલ્લેખ થાય ત્યારે ગર્વથી મસ્તક ઊંચું કરી શકાય. બહેન-દીકરીઓના સન્માનને સમજાવે અને તેના આત્મસન્માનને બેવડાવે એવો સબ્જેક્ટ અમે શોધતા હતા અને ‘હલકી ફુલકી’ના સ્વરૂપમાં અમને એ મળ્યો. ‘હલકી ફુલકી’માં ભારેખમ વિષયની વાત પણ એકદમ હળવાશથી કરવામાં આવી છે.’ ‘હલકી ફુલકી’ આ શુક્રવારે દેશભરમાં રિલીઝ થશે. 


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2021 04:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK