Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફરી એકવાર ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે અમિતાભ બચ્ચન, ભજવી રહ્યા છે મહત્ત્વની ભૂમિકા

ફરી એકવાર ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે અમિતાભ બચ્ચન, ભજવી રહ્યા છે મહત્ત્વની ભૂમિકા

08 June, 2024 06:03 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

‘ફક્ત મહિલાઓ માટે’માં અમિતાભ બચ્ચન ચિંતનના પિતાના રોલમાં હતા, જ્યારે આ ફિલ્મમાં બિગ બી ભગવાનનો રોલ કરશે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે બિગ બી કોઈ ફિલ્મ માટે ભગવાનનો રોલ કરવાના છે

તસવીર: એક્સ

તસવીર: એક્સ


મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ની આગામી સિક્વલ ‘ફક્ત પુરુષો માટે’ (Fakt Purusho Maate)માં કેમિયો રોલમાં જોવા મળશે. ગુજરાતી ફિલ્મ હિટ કૉમેડી ડ્રામા `ફક્ત મહિલા માટે`માં પણ અમિતાભ બચ્ચન કેમિયોમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં એક યુવાન છોકરા ચિંતન (યશ સોની)ની મહિલાઓને સમજવામાં સક્ષમ બનવાની ઈચ્છા મંજૂર થઈ જાય છે અને તે દરેક સ્ત્રીના વિચારો જાની શકે છે.

‘ફક્ત મહિલાઓ માટે’માં અમિતાભ બચ્ચન ચિંતનના પિતાના રોલમાં હતા, જ્યારે આ ફિલ્મમાં બિગ બી ભગવાનનો રોલ કરશે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે બિગ બી કોઈ ફિલ્મ માટે ભગવાનનો રોલ કરવાના છે. અગાઉ તેમણે ‘ગોડ તુસ્સી ગ્રેટ હો’ (2008)માં પણ ભગવાનની ભૂમિકા ભજવી હતી.`ફક્ત પુરુષો માટે` (Fakt Purusho Maate) માટેના કલાકારોમાં યશ સોની, મિત્ર ગઢવી, એશા કંસારા અને દર્શન જરીવાલા પણ છે. સિક્વલનું નિર્દેશન જય બોડાસ દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે પ્રથમ ફિલ્મનું પણ દિગ્દર્શન કર્યું હતું.


અમિતાભ બચ્ચન સાથે કામ કરવા અંગે, નિર્માતા આનંદ પંડિતે જણાવ્યું હતું કે, “અમે અમિતાભ બચ્ચન સાથે 6 જૂને શૂટિંગ કર્યું હતું અને સેટ પરના દરેક વ્યક્તિ તેમની ઊર્જા, સમર્પણ, સુપ્રસિદ્ધ વ્યાવસાયિકતા અને તેમની જીવન કરતાં મોટી હાજરીથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે `ફક્ત મહિલાઓ માટે`નો પણ ખૂબ જ ખાસ ભાગ હતા અને સાચું કહું તો, તેમના વિના પ્રોજેક્ટની કલ્પના કરવી મારા માટે મુશ્કેલ છે. કોઈપણ જેણે તેમની સાથે એકવાર કામ કર્યું છે, તે તેમની સાથે વારંવાર કામ કરવા માગે છે.”

નિર્માતા વૈશાલ શાહે ઉમેર્યું કે, “`ફક્ત મહિલા માટે`ની આ સિક્વલમાં અમિતાભ બચ્ચન ખૂબ જ રસપ્રદ ભૂમિકા ભજવે છે અને જે રીતે વાર્તા પ્રગટ થાય છે તેઓ તેના કેન્દ્રમાં છે. તેનું શાશ્વત સ્ટારડમ એક એવી ઘટના છે, જેને શબ્દોમાં મૂકી શકાય તેમ નથી અને આ ફિલ્મ ફરી એકવાર બતાવશે કે તેઓ કેમ મહાનાયક છે.”


આ ફિલ્મ (Fakt Purusho Maate)ની વાર્તા શ્રાદ્ધ (કાગવાસ)ના 16 દિવસો દરમિયાનની છે, પુરષોત્તમ (દર્શન જરીવાલા) તેના પૌત્ર બ્રિજેશ (યશ સોની)ના બાળપણના પ્રેમ (એશા કંસારા) સાથેના લગ્નને તોડવા માટે તમામ પ્રકારની જાદુઈ શક્તિઓ સાથે મૃત્યુ પછી પૃથ્વી પર ઉતરે છે. જ્યાં જૂની-પરંપરા અને માન્યતાઓ આજની પેઢીની વિચારશરણી વિરૃદ્ધ ટકરાઈ છે. આ જાદુઈ વાર્તાનો હેતુ પેઢીઓથી ચાલતી આવતી પિતૃસત્તાને તોડવાનો અને જેન્ડર ઇક્વાલિટીને સમર્થન આપવાનો છે.

‘ફક્ત પુરુષો માટે’એ જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા લખાયેલ અને નિર્દેશિત સિનેમેટિક ટ્રીટ છે, જેમાં સુપરસ્ટાર યશ સોની, એશા કંસારા, મિત્રા ગઢવી, દર્શન જરીવાલા અને આરતી વ્યાસ પટેલ સહિત સ્ટાર-સ્ટડેડ કાસ્ટ છે. આ સિનેમેટિક માસ્ટરપીસ જન્માષ્ટમી 2024ના રોજ મોટા પડદા પર રજૂ થશે.

Whatsapp-channel Whatsapp-channel

08 June, 2024 06:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK