Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચનને સુરતના ફૅને આપી ગજબની સરપ્રાઇઝ

અમિતાભ બચ્ચનને સુરતના ફૅને આપી ગજબની સરપ્રાઇઝ

06 June, 2024 11:08 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યુ યૉર્કમાં રહેતા તેમના એક ફૅન સુનીલ શાહે અનોખી પહેલ કરી હતી

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની ત્રીજી જૂને ૫૧મી મૅરેજ-ઍનિવર્સરી હતી. એ નિમિત્તે તેમના પર લોકોએ અઢળક શુભેચ્છા વરસાવી હતી.


દેશ-વિદેશમાં તેમના ફૅન્સ છે એ કડીમાં ન્યુ યૉર્કમાં રહેતા તેમના એક ફૅન સુનીલ શાહે અનોખી પહેલ કરી હતી. તેણે અમેરિકામાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના ફોટો પ્રિન્ટ કરેલાં ટી-શર્ટ્‍સ લોકોને વહેંચ્યાં હતાં. લોકો તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવા ભેગા થયા હતા એની નાનકડી ક્લિપ અમિતાભ બચ્ચને શૅર કરી છે. એમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના કેટલાક યાદગાર ફોટો દેખાડવામાં આવ્યા હતા. સાથે જ અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચનના બાળપણના ફોટો પણ છે. એ ઉપરાંત તેમનાં ગ્રૅન્ડ કિડ્સ આરાધ્યા બચ્ચન, નવ્યા નવેલી નંદા અને અગસ્ત્ય નંદાના ફોટોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી હતી, ‘આ સુરતના સમર્પિત ફૅન સુનીલ શાહનો પ્રયાસ છે, જેમણે હાલમાં ન્યુ યૉર્કમાં સેંકડો ટી-શર્ટ્‍સ અમેરિકન લોકોને વહેંચ્યાં હતાં. એ માટે હું તેમનો દિલથી આભાર માનું છું.’


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2024 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK